Get The App

સાળીની સગીર પુત્રી પર બળાત્કારના કેસમાં બનેવીને 25 વર્ષનો જેલવાસ

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
સાળીની સગીર પુત્રી પર બળાત્કારના કેસમાં બનેવીને 25 વર્ષનો જેલવાસ 1 - image

મોટી બહેનના મૃત્યુ  બાદ બાળકીને સારસંભાળ માટે નાની બહેન ઘરે લાવી હતી

મુંબઈ -  મોટી બહેનના મૃત્યુબાદ સારસંભાળ માટે તેની સગીર પુત્રીને નાની બહેનના ઘરે રાખવામાં આવી હતી. પરંતુ સાળીની દસ વર્ષની બાળકી પર તેના માસાએ નજર બગાડીને તેના પર બળાત્કાર કર્યો હતો. કોર્ટે આરોપીને ૨૫ વર્ષની સખત મજૂરી અને અકે લાખના દંડની સજા સંભળાવી હતી. આ કેસમાં આરોપીની ફરિયાદી પત્ની ફરી ગયા બાદ પણ વિશેષ કોર્ટે પીડિતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

દંડની રકમ પીડિતાને આપવી તથા દંડ નહીં ભરતાં એક વર્ષનો વધુ જેલવાસ ભોગવવો પડશે, એમ કોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું. આ ઘટના ૨૦૧૮થી ૨૦૨૧ દરમ્યાન બની હતી. આ કેસમાં આરોપીની પત્નીએે હિંજવડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ હતી. આરોપીનો ગુનો ગંભીર હોઈ તેને મહત્તમ સજા આપવાની માગણી કરવામાં આવી હતી. કોર્ટે તેને મંજૂર કરીને ૨૫ વર્ષની સખત જેલની સજા સંભળાવી હતી.