હોટલના સ્ટાફે રુમમાં બેશુદ્ધ હાલતમાં જોયા
મુંબઈ ઈન્ડિયન્સ તથા કોલકત્તા નાઈટ રાઈડર્સની મેચ વખતે સ્ટેડિયમમાં હાજર હતાઃ તે પછી સંપર્ક ન થયા
મુંબઈ - ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ૨૦૨૬ મેચો માટે બીસીસીઆઈ સાથે કામ કરતા ૭૬ વર્ષીય બ્રિટિશ બ્રોડકાસ્ટ એન્જિનિયર દક્ષિણ મુંબઈની એક હોટલમાં તેમના રૃમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે તપાસ શરૃ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.મૃત્યુનું કારણ મોડે સુધી સ્પષ્ટ થયું ન હતું.
સોમવારે સવારે જાન વિલિયમ લેંગફોર્ડ તેમના રૃમમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.ત્યારબાદ હોટલ મેનેજમેન્ટ તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે પહોંચતા જ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે લેંગફોર્ડ બીસીસીઆઈ/આઈપીએલ મેચો માટે બ્રોડકાસ્ટ એન્જિનિયર તરીકે કામ કરતા હતા.
મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, તેમના પોસ્ટમોર્ટમમાં કંઈ શંકાસ્પદ મળ્યું નથી અધિકારીએ ઉમેર્યું કે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
લેંગફોર્ડ ૨૪ માર્ચથી આઈપીએલ સીઝન માટે મુંબઈની ટ્રાઇડેન્ટ હોટેલમાં રોકાયા હતા. તેમણે છેલ્લે વાનખેડે સ્ટેડિયમમાં આઈપીએલ મેચમાં હાજરી આપી હતી. તે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચેની રમત દરમિયાન હાજર હતા. .
બીજા દિવસે જ્યારે હોટેલ સ્ટાફ લેંગફોર્ડના રૃમમાં ગયા ત્યારે તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.આથી ચિંતાઓ ઉભી થઈ હતી.છેવટે સ્ટાફે માસ્ટર કીનો ઉપયોગ કરીને તેમના રૃમમાં પ્રવેશ કર્યો હતો. તેમણે લેંગફોર્ડને જમીન પર બેભાન અવસ્થામાં જોયા હતા. ડાક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
અધિકારીઓએ મૃત્યુનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે લેંગફોર્ડના મૃતદેહને પોસ્ટમોર્ટમ તપાસ માટે મોકલ્યો હતો.પોલીસ અધિકારીઓ વધુ તબીબી તારણોની રાહ જોઈ રહ્યા છે
પોલીસે આ મામલે તપાસ શરૃ કરી છે. હોટલના સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તપાસમાં દરેક પાસાને ધ્યાનમાં લેવામાં આવી રહી છે. જોકે મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ બહાર આવશે. તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


