બ્રહ્મોસના એન્જિનિયરને પાક માટે જાસૂસીના કેસમાં 3 વર્ષની કેદ

નાગપુર પ્રોજેક્ટમાં સિસ્ટમ એન્જિનીયર હતો
સેશન્સ કોર્ટના જન્મટીપના ચુકાદાને પડકારતાં હાઈકોર્ટનો નિર્ણય
મુંબઈ - પાકિસ્તાન માટે જાસૂસી દ્વારા ભારતની સુક્ષા, સાર્વભૌમત્વ અને અખંડિતતાને જોખમમાં મૂકવાના કેસમાં બ્રહ્મોસ એરોસ્પેસ કંપનીના દેશદ્રોહી એન્જિનીયર નિશાંત પ્રદીપ કુમાર અગ્રવાલ (૨૮)ને હાઈકોર્ટની નાગપુર બેન્ચે ત્રણ વર્ષની જેલની સજા ફટકારી છે.
હરિદ્વારના મૂળ રહેવાસી નિશાંત ભારત અને રશિયાના સંયુક્ત ઉપક્રમ બ્રહ્મોસ એરોસ્પેસ કંપનીના નાગપુર પ્રોજેક્ટમાં સિસ્ટમ એન્જિનીયર પદે કાર્યરત હતો અને ઉજ્વલનગર ખાતે ભાડે રહેતો હતો.
સેશન્સ કોર્ટે તેને ત્રીજી જૂન ૨૦૨૪ના રોજ આઈટી એક્ટ હેઠળ જન્મટીપ, ગુપિત કાયદાની કલમ હેઠળ ૧૪ વર્ષ સક્ષમ કેદ. અન્ય કલમો હેઠળ ત્રણ વર્ષની જેલ અને ત્રણ હજારના દંડની સજા સંભળાવી હતી. ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં અવાતાં કોર્ટે ઉક્ત ચુકાદો આપ્યો હતો.

