Get The App

અંધેરીની 15 વર્ષની તરુણીની હત્યા કરી બોયફ્રેન્ડ લોકલ ટ્રેનમાં લાશ લઈ ગયો

- વસઈ નજીક નાયગાંવના બ્રીજ પાસે બેગમાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો

Updated: Aug 28th, 2022

GS TEAM


Google News
Google News
અંધેરીની 15 વર્ષની તરુણીની હત્યા કરી બોયફ્રેન્ડ લોકલ ટ્રેનમાં લાશ લઈ ગયો 1 - image

- વિલેપાર્લેની શાળાની વિદ્યાર્થિનીની મિત્રએ જૂહુમાં મિત્રના ઘરે હત્યા કરીઃ બંને આરોપીઓ ગુજરાત તરફ ફરાર થયા હોવાની પોલીસને શંકા

મુંબઇ

વસઈ નજીક નાયગાવમાં સ્કૂલની ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીની હત્યા કરાયેલી લાશ બેગમાં મળવાના કેસમાં પોલીસને મહત્ત્વની માહિતી મળી છે. અંધેરીની કિશોરીની હત્યા ૨૧ વર્ષીય બોયફ્રેન્ડે જ તેના મિત્રના જુહુના ઘરમાં કરી લાશ બેગમાં ભરીને ટ્રેનમાં નાયગાવ લાવ્યો હોવાનું કહેવાય છે. મૃતકના બોયફ્રેન્ડ અને તેના મિત્રને પકડવા પોલીસની જુદી જુદી ટીમ બનાવવામા ંઆવી છે.

આ વિદ્યાર્થિનીની ચાકુના અંદાજે ૧૨થી ૧૫ વાર કરીને હત્યા કરાઈ હતી. તેની સાથે દુષ્કૃત્ય કરવામાં આવ્યું હતું કે કેમ તે પોસ્ટમોર્ટમના રિપોર્ટ પરથી જાણી શકાશે. પોલીસ હત્યાનું ચોક્કસ કારણ પ્રાથમિક તપાસમાં જાણી શકી નથી.

બન્ને આરોપી મુંબઈની બહાર ગુજરાત નાસી ગયા હોવાની શંકા છે. 

નાયગાવ (પશ્ચિમ) સ્થિત પરેરા નગર વિસ્તારમાં ફ્લાય ઓવર નીચે ઝાડીઓમાં ગત શુક્રવારે બેગમાં કિશોરીની હત્યા કરાયેલી લાશ મળી હતી. તેને પેટમાં ચાકુના અંદાજે ૧૨ થી ૧૫ ઘા ઝીંકી મારી નાખવામાં આવી હતી. બેગમાંથી સ્કૂલની સામગ્રી મળી હતી. જેના આધારે મૃતકની સ્કૂલ અને તેની માહિતી મળી હતી. 

અંધેરીમાં રહેતી કિશોરી વિલે પાર્લેની સ્કૂલમાં ભણતી હતી. તે ગુરુવારે સ્કૂલમાં જવા ઘરેથી બહાર ગઈ હતી, પણ પછી પાછી આવી નહોતી. આથી અંધેરી પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

૨૧ વર્ષીય બોયફ્રેન્ડ કિશોરીને જુહુમાં રહેતા મિત્રના ઘરે લઈ ગયો હતો. ઘરંમાં કિશોરીની હત્યા કરી લાશ બેગમાં ભરી હતી. પછી લોકલ ટ્રેનમાં બેગ નાયગાવ લાવ્યા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને કેસ ઉકેલવા મહત્ત્વના પુરાવા મળ્યા હોવાનું કહેવાય છે.

Tags :