Mumbai

બોમ્બે હાઇકોર્ટ સંકુલમાં બોમ્બની ધમકીઃ 2 કલાક કામકાજ ખોરવાયુંં

By GS TEAM
13 Sep 20252 mins read
બોમ્બે હાઇકોર્ટ સંકુલમાં બોમ્બની ધમકીઃ  2 કલાક કામકાજ ખોરવાયુંં

જજીસ, વકીલો, અસીલોને સંકુલ ખાલી કરાવાયું

દિલ્હી અને બોમ્બે હાઈકોર્ટને એકસરખી પોકળ ધમકીઓ,  ચીફ જસ્ટિસ ગવઈએ રિપોર્ટ મગાવ્યો

મુંબઇ - બોમ્બે હાઇકોર્ટ વહીવટીતંત્રને શુક્રવારે બોમ્બની ધમકીનો ઇમેલ મળ્યો હતો. જેના કારણે લગભગ બે કલાક માટે સુનાવણી સ્થગિત કર વામાં આવી હતી. પરંતુ બોમ્બ કે અન્ય શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. આમ બોમ્બની ધમકી પોકળ પુરવાર થઈ હતી. બીજી તરફ આજે દિલ્હી હાઈકોર્ટ સંકુલમાં પણ બોમ્બની પોકળ ધમકી અપાઈ હતી. 

મુંબઈમાં પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બોમ્બની ધમકીભર્યા ઇમેલથી ગભરાટ ફેલાયો હતો અને હાઇકોર્ટ પરિસર ખાલી ક રવ ામાં આવ્યો હતો.

બોમ્બે   હાઇકોર્ટના સત્તાવાર ઇમેલ એડ્રેસ પર બપોરે ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. એમાં ઇમારતમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીની જાણ થતા પોલીસ કર્મચારીઓ  હાઇકોર્ટ દોડી ગયા હતા. સાવચેતીના પગલા તરીકે ન્યાયાધીશો, વકીલો, સ્ટાફ અને મુલાકાતીઓના પરિસરને ખાલી કરવા કહેવામાં આવ્યું હતું.

સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અનુસાર ઇમારત ખાલી કરાવવામાં આવી હતી. પછી બોમ્બે ડિટેક્શન એન્ડ ડિસ્પોજલ સ્કવૉડ (બીડીડીએચ) અને ડોગ સ્કવૉડની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આમ  સંપૂર્ણ તપાસ કરાતા કંઇપણ શંકાસ્પદ મળ્યું ન હતું આમ તે બનાવતી ઇમેલ હોવાનું બહાર આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે  ધમકીને લીધે કાનૂની કાર્યવાહી લગભગ બે કલાક સુધી સ્થગિત રહી હતી. અને તે લગભગ બપોરે ત્રણ વાગ્યાની  આસપાસ ફરી શરૃ થઇ હતી. પોલીસે ધમકી આપનાર માહિતી મેળવવા વધુ તપાસ આદરી છે.

દરમિયાન, બીજી તરફ   દિલ્હી હાઇકોર્ટમાં જજના ચેમ્બર અને અન્ય સ્થળે ત્રણ બોમ્બ રાખવામાં આવ્યા હોવાનો ઇમેલ મળ્યો હતો. જેના લીધે પોલીસ અને અન્ય એજન્સીઓએ ત્યાં બોમ્બની શોધખોળ કરી હતી. નમાજ પછી બપોરે વિસ્ફોટ થઇ શકે છે. અમે બે વાગ્યા સુધીમાં પરિસર ખાલી કરવાની ધમકી આપવામાં આવી હતી. જો કે તપાસમાં વિસ્ફોટ મળ્યો નહોતો.

ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઇએ સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલને દિલ્હી તથા મહારાષ્ટ્ર સરકાર પાસેથી આ  બનાવના વિસ્તૃત રિપોર્ટ લેવા જણાવ્યું છે.