Get The App

મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ અને પુણેમાં હોટેલ માલિકને મારી નાખવાની ધમકી

Updated: Jun 11th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ અને પુણેમાં હોટેલ માલિકને મારી નાખવાની ધમકી 1 - image


મુંબઈમાં ધમકીઓના ફોન પોલીસ માટે ત્રાસરુપ બન્યા

હોટેલ કર્મચારીએ અચાનક નોકરી છોેડી દીધા બાદ માલિકને ફોન કરીને ધમકીઓ આપતાં એજન્સીઓ દોડી

મૂંબઈ -  મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ કરવા અને પુણેમાં હોટેલ માલિકને ધમકી મળતા સિક્યુરિટી એજન્સી દોડતી થઈ ગઈ હતી. હોટેલના ભૂતપૂર્વ કર્મચારીએ જ આ ધમકી આપી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ પુણેના કોથરૃમાં ઈન્દિરાનગરમાં રહેતા હોટેલ માલિક સંદીપ ગાડેને ફોન કરીને ધમકી આપવામાં આવી હતી.  ગાડેની હોટેલમાં સંદીપ સિંહ નોકરી કરતો હતો. પરંતુ તેણે તાજેતરમાં જ નોકરી છોડી દીધી હતી તે કોઈ સૂચના આપ્યા વિના ગાયબ થઈ ગયો હતો.

તેણે માલિક ગાડેનો સંપર્ક કરી ગોળી મારીને હત્યા તેમ જ મુંબઈમાં બોમ્બહ વિસ્ફોટ કરવાની ધમકી આપી હતી.  આ ધમકીને ગંભીરતાથી લેતા ગાડેએ પુણે પોલીસને જાણ કરી હતી.બાદમાં મુંબઈ પોલીસને બનાવની માહિતી આપવામાં આવી હતી.

આથી મુંબઈની તમામ સુરક્ષા એજન્સીને  એલર્ટ પર રાખવામાં આવી હતી.  જો કે કંઈપણ શંકાસ્પદ મળ્યું નહોતું. પોલીસે કેસ નોંધી વધુ તપાસ આદરી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરમાં મુંબઈ પોલીસને ધમકી અને ખોટી માહિતી આપતા અનેક ફોન તથા મેસેજ મલ્યા છે. આવા કેસોના સંભવિત જોખમને લીધે વગણી શકાય નહીં અમે બધા કેસની તપાસ કરવામાં આવે છે.  પોલીસ તપાસમાં ધમકીઓ અફવા સાબિત થતી હોય છે. આવી ધમકીઓની વધતી સંખ્યાને લઈને પોલીસેે ચિંતા વ્યકત કરી છે.


Tags :