Get The App

કાંદિવલીમાં ઊભો કરાશે 1900 કરોડ રૂપિયાના ખર્ચે બોલીવૂડ થીર્મ પાર્ક

- ભવ્ય સ્ટુડિયો, એમ્ફીથિયેટર, ચિત્રપટ સંગ્રહાલયનો સમાવેશ

Updated: Aug 29th, 2018

GS TEAM


Google News
Google News
કાંદિવલીમાં ઊભો કરાશે 1900 કરોડ રૂપિયાના ખર્ચે બોલીવૂડ થીર્મ પાર્ક 1 - image

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.૨૯ ઓગસ્ટ 2018, બુધવાર

કાંદિવલી ખાતે બોલીવૂડ થીમ પાર્ક ઊભો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ પ્રોજેક્ટ માટે ૧૯૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ થીમ પાર્કમાં ભવ્ય સ્ટુડિયો ઉપરાંત, ચિત્રપટ સંગ્રહાલય (લાઇબ્રેરી) એમ્ફી થિયેટર, સ્વિમિંગ પુલ, જેવી અનેક સુવિધા ઉપલબ્ધ કરાશે. 

મુંબઇમાં કાંદિવલી ખાતે બોલીવૂડ થીમ પાર્ક ઊભો કરવાથી કરોડો રૂપિયાનું રોકાણ સહિત આ ઠેકાણે મોટા પ્રમાણમાં રોજગારની તકો ઉભી થશે.

રાજ્યના પર્યટન સચિવ વિજયકુમારે જણાવ્યું હતું કે મુંબઇમાં કાંદિવલી ખાતે મહેન્દ્ર એન્જ મહેન્દ્ર કંપનીની માલિકીની ૨૧ એકરની જમીન પર બોલીવૂડ થીમપાર્ક ઉભો કરાશે. આ સ્થળે સ્વિમિંગ પુલ, ભવ્ય સ્ટુડિયો, ફિલ્મ સ્કૂલ, ફિલ્મ મ્યુઝિયમ, એમ્ફી થિયેટર ઉભુ કરાશે. આશરે ૧૯૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે લગભગ ૧૦૦૦ નોકરી ઉભી થશે. આ પ્રકલ્પ ઉભો કરનારી કંપનીને જી.એસ.ટી.માં છૂટ અને તેમજ અન્ય સવલતો આપવા માટે સરકાર વિચારી રહી છે.

Tags :