રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન પણ કોરોનાથી સંક્રમિત
મુંબઈ, તા. 11. જાન્યુઆરી 2022 મંગળવાર
દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ફેલાવો ઝડપભેર થઈ રહ્યો છે અને તેના કારણે હવે દેશમાં રોજ દોઢ લાખથી વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે.
ત્રીજી લહેરે બોલીવૂડ સેલિબ્રિટિઝને પણ સપાટામાં લેવાનુ શરુ કર્યુ છે.હવે સુપર સ્ટાર રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન પણ કોરોનાથી સંક્રમિત થઈ છે. સુઝાને સોશિયલ મીડિયા થકી આ વાતની જાણકારી ચાહકોને આપી હતી અને કહ્યુ હતુ કે, હું કોરોના પોઝિટિવ છું.વાયરસને બે વર્ષ સુધી મેં ચકમો આપ્યો હતો પણ આખરે વાયરસે મારી ઈમ્યુન સિસ્ટમ પર હુમલો કરી જ દીધો છે. ગઈકાલે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.તમે બધા સુરક્ષિત રહો અને તમારુ ધ્યાન રાખો.કારણકે આ વાયરસ બહુ સંક્રમણ ફેલાવી રહ્યો છે.
ચાહકોની સાથે સાથે બોલીવૂડની બીજી સેલિબ્રિટિઝે પણ સુઝાન ખાનને વહેલી તકે સાજા થવાની શુભેચ્છા પાઠવી છે.
સુઝાન અને રિતિક 2014માં છુટાછેડા લઈ ચુકયા છે પણ બંને વચ્ચે સારુ બોન્ડિંગ છે.તેઓ પોતાના બંને બાળકો સાથે એક સાથે નજરે પડતા હોય છે.