કોઈ જાતના નવા વેરા લાદવા કે વેરાબોજ વધારવાને બદલે પ્રોપર્ટી ટેક્સ તથા મનોરંજન વેરાની વસૂલાત, ઓકટ્રોય વળતર પર આધાર
કોસ્ટલ રોડ, જીએમએલઆર, ડિસેલિનેશન , ટનલ પ્રોજેક્ટસ માટે ફાળવણી વધારાઈઃ મરણપથારીએ પડેલી બેસ્ટનું બજેટ યથાવત રખાયું ઃ પ્રદૂષણની બૂમરાણ છતાં ૧૫૯ કરોડની નગણ્ય ફાળવણીઃ
મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકામાં ત્રણ દાયકા ઠાકરે પરિવારનાં શાસનનો અંત આવ્યા બાદ અને ત્રણ વર્ષનાં વહીવટદાર શાસન બાદ પ્રથમ વખત મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપના નેતૃત્વ હેઠળની શાસનની સ્ટેન્ડિંગ કમિટીમાં બીએમસીનું વર્ષ ૨૦૨૬-૨૭નું રૃ.૮૦૯૫૨.૫૬ કરોડનું બજેટ કમિશનર ભૂષણ ગગરાણીએ રજૂ કર્યું હતું. જેમાં ૮૯.૮૪ કરોડ રૃપિયા પુરાંત દર્શાવાઈ છે. બજેટમાં કોઈ નવો કર સૂચવવાનું કે હાલના કર દરોમાં વધારો કરવાનું ટાળવામાં આવ્યું છે. તેને બદલે વિકાસ પ્રોજેક્ટસના ખર્ચને પહોંચી વળવા ૩૬ હજાર કરોડની ડિપોઝિટસ વાપરવા ઉપરાંત ગ્રીન બોન્ડ જારી કરવા તથા પ્રોપર્ટી ટેક્સ તથા એન્ટરટેઈનમેન્ટ ટેક્સની આવક પર આધાર રાખવામાં આવ્યો છે. ગયા વર્ષે ૭૪૪૨૭.૪૧ કરોડનું બજેટ રજૂ કરાયું હતું. આ વખતે બજેટ રૃ.૮૦,૯૫૨.૫૮ કરોડ રજૂ કરાયું છે. આમ બજેટના કદમાં ૮.૭૭ ટકા નો વધારો કરી ગત વર્ષની સરખામણીમાં રૃ.૬૫૨૫.૦૯ કરોડનું વધુ બજેટ રજૂ કરાયુું છે.
મુંબઈ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં મહેસૂલી આવક રૃ.૫૧૫૧૦.૯૪ કરોડ બતાવી છે. જ્યારે બીએમસીના એકંદર બજેટ રૃ.૮૦૯૫૨.૫૬ કરોડ છે. તેની સામે ખર્ચ રૃ.૮૦૮૬૨.૭૨ કરોડ બતાવ્યો છે. આથી રૃ.૮૯.૮૪ કરોડ પુરાંત બતાવી છે.
બીએમસીએ આવકનવો સ્તોત્ર વધારવા માટે પ્રથમ વખત માર્કેટમાંથી ભંજોળ ઊભું કરવા ગ્રીન બોન્ડ બહાર પાડશે. આ ભંડોળથી વિવિધ મહત્ત્વના ઈન્ફ્રાસ્ટ્રકચરના પ્રોજકેટસમાં ખર્ચ કરાશે.આ સિવાય પ્રથમ વખત બીએમસી હવે મનોરંજન કર વસૂલ કરશે. જેથી બીએમસીને વાર્ષિક ૪૦૦થી ૫૦૦ કરોડ મળશે એમ બીએમસીની ૮૧૪૪૯.૩૨ કરોડની થાપણમાંથી ૩૬,૬૨૩.૩૦ કરોડ લેવાનો નિર્ણય લીધો હોવાનું બજેટમાં દર્શાવવામાં આવ્યો છે. આથી આગામી સમયમાં વિપક્ષો ફિક્સ ડિપોઝીટ તોડવા વિરુદ્ધ વિવાદ ઊભો કરે એવી શક્યતા છે.
બીએમસીએ બજેટમાં મડી ખર્ચ રૃ.૪૮૧૬૪.૨૮ કરોડ જ વિવિધ પ્રોજેકટસ માટે જોગવાઈ માટે કરી છે જે કુલ બજેટના ૬૦ ટકા હિસ્સો છે.
મહત્વના પ્રોજેક્ટસાં મુંબઈ કોસ્ટલ રોડ વર્સોવા-દહિંસર, દહિંસરથી ભાઈંદર સુધી ગોરેગામ-મુલુંડ રોડ, દરિયાના પાણીને પીવાલાયક બનાવવા ડિસેલિનેશન પ્લાન્ટ, નવી હોસ્પિટલોના બાંધવવા માટે એટલે જૂની ગોવંડી અને મુલુંડને અપગ્રેશન માટે, ઘાટકોપર સુધી ટ્રાફિક હળવો કરવા એલબીએસ માર્ગ એલિવેટેડ રોડ, નાહુર ઐરોલી બ્રિજ સુધી કેબલ સ્ટેડ બ્રિજ, રસ્તાઓનું કોંક્રિટીકરણ, મુંબઈની હવા શુદ્ધ રાખવા માટે ડીપ કલીનિંગ ડ્રાઈવનો સમાવેશ થાય છે એમ મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું.
પ્રસ્તાવિત રૃ.૮૦,૯૫૨.૫૦ કરોડ બજેટમાં ૫૮ ટકા વિવિધ વિકાસના કામ પાછળ એટલે કે ૪૮૧૬૪.૨૮ કરોડ મૂડી ખર્ચ માટે ફાળવ્યા છે. જ્યારે ૬૦ ટકા એટલે કે ૩૨૬૯૮.૪૪ પ્રશાસકીય ખર્ચમાં થશે.
પાલિકાની મહેસૂલ આવક રૃ.૫૨,૨૪૭.૯૪ કરોડ છે. જેમાં જીએસટી લાગુ થતાં સરકાર જકાત પેટે નુકસાની તરીકે રૃ.૧૫,૫૫૦.૦૨કરોડ, ડેવલપમેન્ટ પ્લાન તકફથી રૃ.૧૨૦૫૦ કરોડ મિલકતવેરા પેટે રૃ.૭૦૦૦ સકરોડ. પાણી અને સિવરેજ ટેક્સ થકી રૃ.૩૫૭૮.૨૬ કરોડ સુપરવિજ ચાર્જ પેટે રૃ.૩૨૯૮.૪૫ કરોડ, ફિક્સ ડિપોઝીટના વ્યાજ પેટે ૨૫૭૨.૨૬ રાજ્ય સરકારના ગ્રાન્ટ પેટે લેણા રૃ.૧૪૬૧.૫૭ કરોડૃ જળ અને સિવરેજ ચાર્જ પેટે રૃ.૨૩૯૩.૪૬ કરોડ, ફાયર સબ્રિગેડ પાસેથી રૃ.૮૨૭ કરોડ, રસ્તા અને મુલથી રૃ.૫૭૫.૬૬ કરોડ, હોસ્પિટલ અને કોલેજ થકી રૃ.૫૦૫.૫૧ કરોડ, લાઈસન્સ થકી રૃ.૩૮૧.૫૫ કરોડ તથા અન્ય મારફતે રૃ.૨૦૫૪ કરોડ આવક પ્રાપ્ત થશે. એમ બીએમસીના કમિશનર ગગરાણીએ જણાવ્યું હતું.
બીએમસીએ વિવિધ પ્રોજેકટ પાછળ રૃ.૪૮૧૬૪.૨૮ કરોડ બજેટમાં ફાળવ્યા છે. જેમાં રસ્તા અને ટ્રાફિક વિભાગ માટે રૃ.૬૮૭૫ કરોડ, કોસ્ટલ રોજડમાં વર્સોવા-દહિંસર અને દહિંસરથી ભાઈંદર લિંક રોડ માટે રૃ.૫૬૫૦ કરોડ ખાનગી જગામાં પ્રોજેકટ અસરગ્રસ્તો માટે બાંધકામ પાછળ રૃ.૨૭૯૦ કરોડગોરેગાંમ-મુલુંડ લિંક રોડ રૃ.૨૬૫૦ કરોડ, ડેવલપમેન્ટ વિભાગ માટે રૃ.૨૫૩૧.૫૪ કરોડ, પુલ વિભાગ પાછળ રૃ.૨૩૦૦ કરોડ, આરોગ્ય વિભાગ માટે રૃ.૨૨૧૧૮.૭૧ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ રૃ.૧૮૦૦ કરોડ આશ્રય. યોજના અંતર્ગત સફાઈ વિભાગના કરર્મચારીના વસાહતના પુનર્વિકાસ માટે રૃ.૧૧૨૦ કરોડ ધનકચરા વ્યવસ્થા પરિવહન તથા ધનકચરાના પ્રોજેકટ માટે રૃ.૭૧૪.૩૫ કરોડ, મહાનગરપાલિકાની પ્રોપ્ટીના સમારકામ પાછળ રૃ.૬૧૩.૪૫ ફાળવાયા છે.


