Get The App

સીબીએસઈ ધો. 10માં બીએમસીની શાળાઓનો ડંકો- 92.89 ટકા પરિણામ

Updated: Apr 17th, 2026

GS TEAM

Google News
Google News
સીબીએસઈ ધો. 10માં બીએમસીની શાળાઓનો ડંકો- 92.89 ટકા  પરિણામ 1 - image

મુલુંડ, ઘાટકોપર સહિત ચાર શાળાનું ૧૦૦ ટકા પરિણામ 

મહાપાલિકા શાળાઓમાં  ૯૭.૮ ટકા સાથે મુલુન્ડની મીઠાગર શાળાનો વિદ્યાર્થી પ્રથમ ઃ અનેક વિદ્યાર્થીઓને ૯૫ ટકાથી વધુ 

મુંબઇ -  બીએમસી સંચાલિત સીબીએસઈ શાળાઓના પ્રથમ બેચે ધોરણ ૧૦ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. કુલ ૯૨.૮૯ ટકા પાસિંગ રિઝલ્ટ સાથે આ પરિણામે મ્યુનિસિપલ શાળાઓ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. કુલ ૧૧ સીબીએસઈ શાળાઓના ૩૩૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે. 

આ પરિણામનું સૌથી મહત્વનું પાસું એ છે કે ચાર શાળાઓએ ૧૦૦% પરિણામ પ્રાપ્ત કર્યું છે. આ શાળાઓમાં ભવાની શંકર રોડ (દાદર), રાજાવાડી (ઘાટકોપર), મીઠાગર (મુલુંડ) અને પૂનમ નગર (અંધેરી) શાળાનો સમાવેશ છે. આ શાળાઓના તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે. 

વિદ્યાર્થીઓની વ્યક્તિગત કામગીરીની વાત કરીએ તો, આર્ય લામણેએ ૯૭.૮% સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે, ત્યારબાદ સૌરભ યાદવે ૯૭.૨% અને કૌસ્તુભ ત્રિપાઠીએ ૯૭% સાથે ઉત્તમ પરિણામ પ્રાપ્ત કર્યું છે. અનેક વિદ્યાર્થીઓએ ૯૫ ટકા થી વધુ ગુણ મેળવીને શાળાઓનું નામ રોશન કર્યું છે. આ સફળતામાં વધાારાની ક્લાસેસ, છ પ્રિલિમનરી પરીક્ષાઓ, ખાનગી શાળાના શિક્ષકોનું માર્ગદર્શન અને સતત મૂલ્યાંકન જેવી પહેલો મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

પાલિકા અધિકારીઓએ આ સફળતાનો શ્રેય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા-પિતાના સંયુક્ત પ્રયત્નોને આપ્યો છે. ખાસ કરીને ગણિત, વિજ્ઞાાન અને અંગ્રેજી જેવા મુખ્ય વિષયો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તાજેતરના શૈક્ષણિક સુધારાઓ અને રોકાણોના પરિણામે આ સકારાત્મક ફેરફાર જોવા મળ્યો છે. અધિકારીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી વર્ષોેમાં પણ બીએમસી સીબીએસઈ શાળાઓ આ રીતે ઉત્તમ પરિણામો આપતી રહેશે.વચ્ચેનો વિવાદ સમ્યા બાદ અરમાને ક્યારેય દર્શનને ફરી ત્રાસ કે ધમકી આપ્યા નહોવાનું મિત્રોએ જણાવ્યું હતું. અરમાન અને દર્શનના વોટ્સએપ સંદેશનો પણ આરોપપત્રમાં સમાવેશ હતો. બીજી બાજુ અરમાને   જાતિસૂચક  ટિપ્પણી કર્યાનો આરોપ દર્શનના માતાપિતાએ કર્યો હતો. તપાસમાં કંઈ જણાયું નહોવાનું પોલીસે આરોપનામામાં જણાવ્યું હતું.