Get The App

બીએમસી કર્મચારીએ નકલી સર્ટિ.ના આધારે 33 વર્ષ નોકરી કરી

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
બીએમસી કર્મચારીએ નકલી  સર્ટિ.ના આધારે 33 વર્ષ નોકરી કરી 1 - image

નિવૃત્તિના આરે પહોંચ્યો ત્યારે તંત્રને જાણ થઈ

સંબંધિત તાલીમ સંસ્થામાં કર્મચારીનો કોઈ ડેટા ન હોવાનું જણાયા બાદ સસ્પેન્ડ કરી પોલીસ કેસ દાખલ

મુંબઇ  - બૃહન્મુંબઇ મ્યુનસિપલ કોર્પોરેશન (બીએમસી)ના ૫૮ વર્ષીય કર્મચારી પર મંગળવારે નોકરી મેળવવા અને ત્રણ દાયકાથી વધુ સમય સુધી સેવામાં રહેવા માટે બનાવટી શૈક્ષણિક દસ્તાવેજોનો ઉપયોગ કરવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે

. દાદર પૂર્વની ભોઇવાડા પોલીસે આરોપી વાશીના રહેવાસી એકનાથ ઇન્દુલકર વિરુદ્ધ એફઆઇઆર નોંધી કાર્યવાહી શરૃ કરી છે. પાલિકાના અધિકારીઓને કથિત રીતે જાણવા મળ્યું હતું કે બીએમસીમાં નોકરી માટે અરજી કરતી વખતે તેણે રજૂ કરેલું સેનિટરી ઇન્સ્પેકટર ડિપ્લોમાં સર્ટિફિકેટ નકલી હતું.

પોલીસે જણાવ્યું હતું કે ઇન્દુલકરે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ લોકલ સેલ્ફ-ગવર્નમેન્ટ (એઆઇઆઇએલએસજી) માંથી ડિપ્લોમાં કોર્સ પૂર્ણ કરવાનો દાવો કર્યો હતો. જોકે ફરિયાદ મળ્યા બાદ, બીએમસીએ સંસ્થાને એક પત્ર લખ્યો હતો, જેણે અધિકારીઓને જાણ કરી હતી કે તેમની પાસે કોર્સ પૂર્ણ કર્યાનો કોઇ રેકોર્ડ ઉપલબ્ધ નથી. ડૉ. ધીરજ પાગરે કથિત વિસંગતતા દર્શાવ્યા બાદ પાલિકાના કર્મચારી શૈલજી ઉંભારકરે ફરિયાદ નોંધાવી હતી. ઇન્દુલકર છેલ્લે પરેલના એફ/ સાઉથ વોર્ડમાં કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા હતા.

ઇન્દુલકર ૧૯૯૩માં પાલિકામાં બહુુહુતેક કર્મચારી તરીકે જોડાયા હતા. ૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ફરિયાદ નોંધાઇ ત્યારે તેઓ મઝગાંવના તાડવાડી  આરોગ્ય કેન્દ્રમાં કામ કરતા હતા. તપાસ બાદ, ડિસેમ્બરમાં તેમને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.