Get The App

ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતી બદલ બીએમસીના ઓડિટર સસ્પેન્ડ

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતી બદલ બીએમસીના ઓડિટર સસ્પેન્ડ 1 - image

પુરાવા મળ્યા બાદ બીએમસીનું પગલું 

સેન્ટ્રલ ઈલેક્શન ઓફિસમાં નિયુક્ત દરમિયાન ગેરવર્તણુક આચર્યાની ફરિયાદ

મુંબઈ -  મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ સર્જી  ગેરવર્તણૂક કરવા બદલ બીએમસીના નાણા વિભાગમાં કામ કરતા જૂનિયર ઓડિટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બીએમસીના અધિકારીએ જણાવ્યું હતું કે ઓડિટર સામે કાર્યવાહીનો આદેશ એડિશનલ મ્યુનિસિપલ કમિશનર ડૉ. અશ્વિની જોશી દ્વારા આપવામાં આવ્યો હતો.

સસ્પેન્ડ કરાયેલા ઓડિટર દીપક જોહરે બીએમસીના નાણા વિભાગ કાર્યરત હતા. પણ તેમને ચૂંટણી સંબંધિત ફરજોના ભાગ રૃપે સેન્ટ્રલ ઇલેકશન ઓફિસ (આરઓ)માં નિમણૂક કરવામાં આવ્યા હતા. એમ અધિકારીએ જણાવ્યું હતું.

દિપક જોહરે દ્વારા ગંભીર ગેરવર્તણૂક અને ચૂંટણી પ્રક્રિયામાં દખલગીરીનો આરોપ મૂકાયો હતો. તે અંગે અધિકારી સામે પ્રથમદર્શી પુરાવા પ્રાપ્ત થયા હતા.

બીએમસીને મળેલી ફરિયાદ અને મજબૂત પુરાવા મળ્યા હતા જેમાં જોહરેએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ગંભીર ગેરવર્તણૂક કરી હતી. અને ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરીને અવરોધ ઉભો કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યુ ંહતું.

પ્રાથમિક તપાસમાં આરોપો ગંભીર પ્રકારના હોવાની પુષ્ટિ મળતા જોશીએ  તાત્કાલિક ઓડિટરને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.