- લાતુર સહિતનાં નગરોએ કોંગ્રેસની આબરૂ બચાવી
- ભાજેપ પુણેમાં અજિત પવારની એનસીપી, નવી મુંબઈમાં એકનાથ શિંદેને જ હાર આપી
મુંબઈ : મહારાષ્ટ્રની ૨૯ મહાપાલિકાની ચૂંટણીમાં આજે મુંબઈ, નવી મુંબઈ, થાણે, પુણે, નાગપુર સહિતની મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપનો વિજય થયો હતો.
મુંબઈ ઉપરાંત નાગપુર, પુણે, સાંગલી નાસિક, અકોલા, ધુલે, જલગાંવ, સોલાપુર, ઉલ્હાસનગર, ઈચલકરંજી, જાલના, નાંદેડ, કલ્યાણ ડોંબિવલી, છત્રપતિ સંભાજીનગર, પિંપરી ચિંચવડ, મીરા ભાયંદર, નવી મુંબઈ, કોલ્હાપુરમાં ભાજપનો વિજય થયો હતો. બીજી તરફ કોંગ્રેસે દાવો કર્યો હતો કે લાતુર, ચન્દ્રપુર, ભિવંડી અને પરભણીમાં તેની સત્તા આવી રહી છે અને તેના નેતા મેયર બનશે.
રસપ્રદ વાત એ છે કે કેટલીક મહાપાલિકાઓમાં સાથી પક્ષો જ સામસામે ટકરાયા હતા. નવી મુંબઈમાં ભાજપે તેના જ સાથી પક્ષ શિંદે સેનાને હરાવી છે. મીરા ભાયંદરમાં પણ શિંદે સેનાએ ભાજપ સામે હાર ખમવી પડી છે. જ્યારે પુણે તથા પિંપરી ચિંચવડમાં અજિત પવાર તથા શરદ પવારે ભાજપ સામે હાથ મિલાવ્યા હતા પરંતુ કાકા ભત્રીજાની યુતિને ભાજપે હરાવી છે.
થાણે મહાપાલિકામાં એકનાથ શિંદેની શિવસેનાના મેયર બનશે. અહીં શિંદે સેનાને સાદી બહુમતી મળી હતી.
ગયા મહિને યોજાયેલી મોટાભાગની નગરપાલિકાઓમાં પણ ભાજપનો વિજય થયો હતો. તે પછી ભાજપની આ સતત બીજી મોટી જીત છે.


