Mumbai

નાગપુરમાં ભાજપના નેતાના પુત્ર ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયો

By GS TEAM
15 Jul 20252 mins read
નાગપુરમાં ભાજપના નેતાના પુત્ર ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયો

અજય બુગ્ગેવારના પુત્ર પાસેથી ૧૬ ગ્રામ એમડી ડ્રગ મળ્યું

બોડી  બિલ્ડર  અને જીમ ટ્રેનર સંકેત મિ. ઈન્ડિયા ટાઈટલ જીતી ચૂકેલો છે, પ્રોટીનની દવા વેચતા ડ્રગ્સ તરફ વળ્યો

મુંબઈ -  મહારાષ્ટ્રની ઉપરાજધાની  નાગપુરમાં ભાજપના એક નેતાનો પુત્ર ડ્રગ્સની હેરાફેરીમાં ઝડપાયો હતો. ભાજપના ભૂતપૂર્વ નગરસેવક અજય બુગ્ગેવારના પુત્ર સંકેત પાસેથી ૧૬.૦૭ ગ્રામ એમડી ડ્રગ મળી આવ્યું હતું. સંકેત પોતે એક બોડી બિલ્ડર અને  જીમ ટ્રેનર છે. 

ો પુત્ર સંકેત ગણેશ પેઠના સેન્ટ્રલ બસ સ્ટેશન પાસે આવેલા હેડાઉ રેસ્ટોરન્ટ પાસે આવવાનો હોવાની ગુપ્ત માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે ગણેશપેઠ પોલીસે શનિવારે રાત્રે છટકું ગોઠવ્યું હતું. પોલીસને મળેલી માહિતી મુજબ સંકેત કારમાં જાધવ ચોક પાસે પહોંચ્યો હતો. પોલીસે તેની કાર અટકાવી તેની ઝડતી લેતા પોલીસને તેના ખીસામાંથી ૧૬.૦૭ ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત રૃ.૧.૬૭ લાખ આંકવામાં આવી છે. પોલીસે સંકેત પાસથી આ એમ.ડી. પાવડરના જથ્થા સાથે કુલ રૃ.૧૮.૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સંકેત પોતે એક જાણીતો બોડી બિલ્ડર અને  જીમ ટ્રેનર છે. નવેમ્બર- ૨૦૨૨માં તેણે દિલ્હી ખાતે બોડી બિલ્ડિંગ અને ફિટનેસ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ અને મિસ્ટર ઈન્ડિયાનું ટાઈટલ પણ જીત્યું હતું. જોકે ડ્રગ્સ કેસમાં તેની ધરપકડ થતા રાજકીય વર્તુળોમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

 વધુ ચોંકાવનારી વાત એ છે કે એવું કહેવાય છે કે  સંકેત વિટામીન સપ્લિમેન્ટ્સનું વેચાણ કરતા- કરડા એમ.ડી. ડ્રગ્સની તસ્કરી તરફ વળ્યો હતો. તેણે પોલીસ સામે એવી કબૂલાત પણ કરી હતી કે આશિર્વાદ નગર ખાતે પ્રણય (૨૫)એ તેને એમ.ડી. ડ્રગ્સનો પુરવઠો પુરો પાડયો હતો. હાલ પોલીસ આ સમગ્ર ઘટનાની ઉંડી તપાસ ચલાવી રહી છે અને આ કેસમાં અન્ય કોની સંડોવણી છે તેની તપાસ પણ હાથ ધરી છે.