Get The App

764 કરોડના કૌભાંડમાં ભરત શાહ, રુબી મિલ્સની મુક્તિની અરજી ફગાવાઈ

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
764 કરોડના કૌભાંડમાં ભરત શાહ, રુબી મિલ્સની મુક્તિની અરજી ફગાવાઈ 1 - image

અલગ અલગ 6 એફઆઈઆરના આધારે કેસ

એક મની લોન્ડરિંગ કેસને બદલે દરેક એફઆઈઆર દીઠ અલગ કેસ ચલાવવાની આરોપીઓની માગણી અદાલતે ફગાવી

મુંબઈ -  મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટે ભરત શાહ અને રૃબી મિલ્સને મની-લોન્ડરિંગ કેસમાંથી મુક્ત કરવાનો ઇનકાર કર્યોે હતો,  આ કેસ સીબીઆઈ દ્વારા નોંધાયેલા છ એફઆઈઆરને સંબંધિત છે. આ કૌભાંડને લીધે  એસબીઆઈની થાણે શાખાને રૃ. ૭૬૪.૪૪ કરોડનું નુકસાન થયું હતું.

ઈડીના આરોપ અનુસાર વિંધ્યવાસિની ગુ્રપના પ્રમોટરો, આરોપી વિજય અને અજય ગુપ્તાએ ૨૦૧૦ અને ૨૦૧૩ વચ્ચે અનેક કંપનીઓ દ્વારા ક્રેડિટ સુવિધાઓનો લાભ લીધો હતો. ઈડીએ આરોપ લગાવ્યો હતો કે શાહને  રૃબીમાં અઢી માળ વેચવા માટે રાજપૂત રિટેલ લિમિટેડ પાસેથી ૧૫૫ કરોડ રૃપિયા મળ્યા હતા, જેના ભંડોળને ટૂંકા ગાળાની થાપણોમાં વાળીને વ્યાજ મેળવ્યું હતું.

શાહ અને રૃબી મિલ્સે છ એફઆઈઆરના ખોટા દાખલા હોવાનો દાવા સાથે અલગ અલગ વ્યવહારો અને સમાનતાના અભાવને કારણે અલગ અલગ ટ્રાયલે વાજબી હોવાની દલીલ સાથે  મુક્તિની માંગણી કરી હતી. ઈડીએ વળતો જવાબ આપ્યો હતો કે મની લોન્ડરિંગ પૂર્વનિર્ધારિત ગુનાઓથી અલગ છે અને  દેશભરમાં સમાન બહુવિધ એફઆઈઆર કેસોનો ઉલ્લેખ કર્યો હતો.

 કોર્ટે ચુકાદો આપ્યો હતો  ક છ અલગ અલગ ફરિયાદને આધારે આ કેસ થયો હોવાની એકમાત્ર દલીલને આ ધારે આ ફરિયાદ રદ કરી શકાય નહિ.