Mumbai

બાંદરામાં માઉન્ટ મેરીના મેળા વખતે બેસ્ટ વધુ બસો દોડાવશે

By GS TEAM
14 Sep 20251 min read
બાંદરામાં માઉન્ટ મેરીના મેળા વખતે બેસ્ટ વધુ બસો દોડાવશે

મુલાકાતીઓના ધસારાને ધ્યાનમાં રાખી

આજથી ૨૧મી સપ્ટેમ્બર દરમિયાન લોકોના ધસારાને પહોંચી વળવા નિર્ણય

મુંબઈ -  આવતી કાલે રવિવારથી શરૃ થતા બાંદરાના માઉન્ટ મેરીના મેળામાં આવતા યાત્રાળુઓની સુવિધા માટે 'બેસ્ટ' તરફથી વધારાની બસો દોડાવવામાં આવશે.

'બેસ્ટ' તરફથી સી-૭૧, એ-૨૦૨, ૩૨૧ (લિમિટેડ), એ-૩૭૫, એ-૪૨૨, એ-૪૭૩ અને સી-૫૦૫ રૃટ ઉપર ૨૧ સપ્ટેમ્બર સુધી વધારે બસો દોડાવવામાં આવશે.

માઉન્ટ મેરીની યાત્રા અને મેળા માટે રાજ્યભરમાંથી તેમ જ ગુજરાતથી પણ શ્રદ્ધાળુઓ આવે છે. માઉન્ટ મેરી ચર્ચ અને ફાધર એગ્નલ આશ્રમ પરિસરમાં યાત્રાળુઓની ભારે ભીડ થાય છે. લોકો બાંદરા સ્ટેશને ઉતરી 'વેસ્ટ'માંથી બસ પકડીને માઉન્ટ મેરી ચર્ચ નજીક પહોંચે છે, પરંતુ ચર્ચની બહાર મેળો ભરાતો હોવાથી ઠેઠ સુધી બસો જઈ નથી શકતી. એટલે આ વધારાની બસો બાંદરા સ્ટેશનથી હિલ રોડ ગાર્ડન સુધી દોડાવવામાં આવશે, એમ બેસ્ટની સત્તાવારી યાદીમાં જણાવાયું હતું.