Mumbai
ગણેશોત્સવમાં 10 રૃટ ઉપર આખી રાત બેસ્ટની બસ દોડશે
By GS TEAM
24 Aug 20251 min read

રાત્રે જુદા જુદા વિસ્તારોમાં દર્શને જવાવાળા માટે સગવડ
મુંબઈ - ગણેશોત્સવ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં રાતના સમયે ગણપતિના દર્શને નીકળતા લોકોની સગવડ માટે 'બેસ્ટ' દ્વારા દસ રૃટ ઉપર આખી રાત બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૭મી ઓગસ્ટથી ૬ઠ્ઠી સપ્ટેમ્બર દરમિયાન આ સ્પેશ્યલ નાઇટ બસો દોડાવવામાં આવશે.
સ્પેશ્યલ બસો રાત્રે ૧૧થી વહેલી સવારે પાંચ વાગ્યા સુધી દોડશે
'બેસ્ટ' ઉપક્રમ દ્વારા દૂરના પરાંમાંથી ગિરગાંવ ચોપાટી, મરીન લાઇન્સ અને દાદર શિવાજી પાર્કની દિશામાં વધુ સ્પેશ્યલ બસો દોડાવવામાં આવશે.
કાંદિવલી, બોરીવલી, બાંદરા, મુલુંડ, વડાલા, દાદર, દેવનાર વગેરે ડેપોમાંથી આ બસો દોડાવવામાં આવશે. મોડી રાત્રે ૧૧થી વહેલી સવારે પાંચ વાગ્યા દરમિયાન આ બસો દોડશે. પ્રત્યેક રૃટ પર સરેરાશ ત્રણ બસ દોડાવવામાં આવશે.








