Get The App

બંગાળી એક્ટરનું બીચ પર શૂટિંગ વખતે તણાઈ જતાં મોત

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
બંગાળી એક્ટરનું બીચ પર શૂટિંગ વખતે તણાઈ જતાં મોત 1 - image

ઓડિશામાં ટીવી સીરિઝનું શૂટિંગ ચાલતું હતું

રાહુલ અને શ્વેતા દરિયામાં શૂટિંગ માટે ઉતર્યાં અને મોટું મોજુું તાણી  ગયું

મુંબઈ -  ઓડિશાના તલસારી બીચ પર ચાલી રહેલાં ટીવી શો 'બાબા પાર કરેગા'નાં શૂટિંગ વખતે ૪૩ વર્ષીય બંગાળી અભિનેતા રાહુલ અરુણોદય બેનર્જીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

  રાહુલ અને શ્વેતા મિશ્રા હનીમૂન દ્રશ્યનાં શૂટિંગ માટે પાણીમાં ઉતર્યાં હતાં. તે વખતે પાણીનું એક મોટું મોજું આવ્યું હતું. આથી શ્વેતા ગભરાઈને બહાર નીકળી ગઈ હતી. જોકે, રાહુલે પોતે બીજો ટેક આપવા તૈયાર છે એમ જણાવ્યું હતું. રાહુલ ફરી સમુદ્રમાં ઉતર્યો હતો તે જ વખતે એક બીજું મોટું મોજું આવ્યું હતું અને તેને તાણી ગયું હતું. રાહુલને તરતાં પણ આવડતું ન હતું.  

કેટલાક લોકોએ  તરત જ દરિયામાં ઉતરી શોધખોળ હાથ ધરી હતી. થોડીવારમાં રાહુલ મળી આવ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. માર્ગમાં તેના શ્વાસ ચાલુ હતા પરંતુ હોસ્પિટલ પહોંચતાં સુધીમાં તે મૃત્યુ પામી ચૂક્યો હતો. 

આ દુર્ઘટનાથી સમગ્ર બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ છે. બીજી તરફ ઓડિશા પોલીસના જણાવ્યા અનુસાર આ શૂટિંગ માટે કોઈ મંજૂરી લેવાઈ ન હતી કે સેટ પર કોઈ સેફ્ટી પ્રોટોકોલ પણ જાળવવામાં આવ્યા ન હતા.