ગુનો થર્ડ પાર્ટીએ કર્યાનું કહીને બેન્ક હાથ ઊંચા કરી શકે નહીં
વૃદ્ધાનાં ખાતાંમાંથી ૧૨ લાખથી વધુની ખરીદી થઈ હતીઃ વૃદ્ધો અને ઓછું ભણેલા ગ્રાહકો માટે બેન્કે વધુ કાળજી લેવી જોઈએ તેવી ગ્રાહક કોર્ટની ટકોર
મુંબઈ - એટીએમ ફ્રોડ દ્વારા વૃદ્ધાનાં ખાતામાંથી ૧૨ લાખથી વધુની કિંમતની ચીજોની ખરીદી થઈ જતાં મહિલાએ બેન્ક ઓફ ઈન્ડિયા સામે સેવામાં ખામી બદલ કરેલા કેસમાં રાજ્ય ગ્રાહક પંચે બેન્કને એટીએમ સંબંધિત સેવામાં ખામી માટે આ વૃદ્ધાને પાંચ લાખ રુપિયાનું વળતર ચૂકવવા આદેશ આપ્યો છે.
રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ પંચે તેના તાજેતરના આદેશમાં ભાર મૂક્યો હતો કે વાસ્તવમાં બેન્ક ર્જેા સર્વિસ પ્રોવાઈડર વૃદ્ધ અને ઓછા સાક્ષર ગ્રાહકો ની વધારે સારી રીતે સંભાળ રાખે તે અપેક્ષિત હોય છે. તેમાં એ પણ નોંધ્યું છે કે ગ્રાહક અધિકારક્ષેત્રમાં ખામીનું નિર્ધારણ એ આધારે આગળ વધતું નથી કે દરેક અનધિકૃત વ્યવહાર ની જવાબદારી આપમેળે બેન્કની જ બને છે તેવુું ગ્રાહક અધિકાર ક્ષેત્રમાં નક્કી થતુું નથી પરંતુ સાથે સાથે બેંકોની ફરજ છે કે તેઓ એટીએમ-કમ-ડેબિટ સુવિધાઓ જારી કરતી વખતે અને સક્રિય કરતી વખતે મૂળભૂત સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરે, એમ તેણે નોંધ્યું હતું.
ફક્ત ધો. ચાર સુધી ભણેલી ૬૫ વર્ષીય ગૃહિણીએ ે મે ૨૦૧૦ માં બેંકમાં બચત ખાતું ખોલાવ્યું હતું. આ વૃદ્ધાએ પોતાનું રહેણાંક મકાન વેચી તેના પૈસા ખાતામાં રાખ્યા હતા. પરંતુ, કોઈએ એટીએમ ડેબિટ કાર્ડ વાપરીને તેના ખાતાંમાંથી ૧૨,૪૭,૪૦૨ રુપિયાની કિંમતના સોનાના દાગીના, વાઇન, ટેલિવિઝન સેટ અને અન્ય સામાન ની ખરીદી કરી હતી.
ફરિયાદીએ એટીએમ-કમ-ડેબિટ સુવિધા જારી કરવામાં/હેન્ડલિંગ કરવામાં અન પોતાના પૈસાનું જતન આપવા જેવી મૂળભૂત બેંકિંગ સેવામાં ખામી હોવાનો આરોપ મૂકી ગ્રાહક કોરક્ટમાં કેસ કર્યો હતો. જોકે, બેંકે સ્પષ્ટપણે કોઈપણ ખામીનો ઇનકાર કર્યો હતો અને દલીલ કરી હતી કે ખાતું નિયમો મુજબ ખોલવામાં આવ્યું હતું.ખાતું ખોલતી વખતે ચેક બુક, એટીએમ કાર્ડ/પિન અને સંકળાયેલ પાસવર્ડ્સ ધરાવતી 'સ્વાગત કીટ' જારી કરવામાં આવી હતી અને ફરિયાદીએ તેની રસીદ સ્વીકારી હતી.બેંકે દલીલ કરી હતી કે અનધિકૃત વ્યવહારો ત્રીજા વ્યક્તિના ગુનાહિત કૃત્યોને કારણે થયા છે, તેની ભૂલને કારણે નહીં.
દલીલો અને હરીફ રજૂઆતો સાંભળ્યા પછી, કમિશને સ્વીકાર્યું કે કથિત છેતરપિંડીભર્યા વ્યવહારો અંગેનો ફોજદારી કેસ બાંદ્રાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ પેન્ડિંગ છે અને પોલીસે કેટલીક વસ્તુઓ પણ જપ્ત કરી છે.પરંતુ બેંક ફક્ત એમ કહીને જવાબદારીથી છટકી શકે નહીં કે તે કોઈ બીજા દ્વારા કરવામાં આવેલ ગુનો હતો, એમ રાજ્ય કમિશને જણાવ્યું હતું.
તેમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે આ કેસમાં મહત્વપૂર્ણ પુરાવો બેંકનું પોતાનું છાપેલું 'કિટ રસીદ / સ્વીકૃતિ ફોર્મ' છે, જે ડિલિવર કરવામાં આવનારી વસ્તુઓની યાદી આપવા ઉપરાંત, ખાસ કરીને પુષ્ટિ કરે છે કે ગ્રાહકે અધિકારીઓની હાજરીમા એટીએમ ડેબિટ કાર્ડના સિગ્નેચર બેન્ડ પર સહી કરી હતી.
જોકે, ફરિયાદીએ દાવો કર્યો હતો કે અધિકારીઓએ કાર્ડ પર તેમની સહી ક્યારેય મેળવી ન હતી, તેમ છતાં તેમણે પ્રમાણિત કર્યું હતું કે તે તેમની હાજરીમાં સહી થયેલ છે.
સિગ્નેચર બેન્ડનો હેતુ કાર્ડ પર ખાતાધારકની ઓળખ અંકિત કરવાનો અને દુરુપયોગ અટકાવવા માટે લઘત્તમ સુરક્ષા પગલા તરીકે કાર્ય કરવાનો છે,એમ કમિશને નોંધ્યું હતું.
જો કોઈ ગ્રાહક ઇનકાર કરે અથવા સહી કરવામાં અસમર્થ હોય, તો બેંક કાં તો ઇશ્યુ કરવાનું રોકી રાખે અથવા વૈકલ્પિક સલામતીના પગલાં અપનાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે, તેમ ગ્રાહક પંચે જણાવ્યું હતું.
કમિશને ચુકાદો આપ્યો કે અનધિકૃત વ્યવહારો માટેની સંપૂર્ણ જવાબદારી ફક્ત બેંક પર ન મૂકી શકાય, પરંતુ તે સિગ્નેચર બેન્ડ પાલન અને મૂળભૂત સલામતી અંગે પ્રમાણપત્ર સુનિશ્ચિત કરવામાં નિષ્ફળતામાં સેવામાં ખામી માટે જવાબદારીથી પણ છટકી શકે નહીં.
બેંકની સેવામાં ખામીને કારણે ફરિયાદીને નુકસાન થયું અને તેણીને ગંભીર મુશ્કેેલી અને માનસિક તાણનો સામનો કરવો પડયો, તે તારણ કાઢતાં કમિશને તેને પાંચ લાખ રૃપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો. બેંકને મુકદ્દમાના ખર્ચ માટે ૨૫,૦૦૦ રૃપિયા ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.


