mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

પ્રોજેક્ટ અપડેટ નહીં આપતા 388 બિલ્ડરનાં બેન્ક ખાતાં ફ્રીઝ

Updated: Sep 19th, 2023

પ્રોજેક્ટ અપડેટ નહીં આપતા 388 બિલ્ડરનાં બેન્ક ખાતાં ફ્રીઝ 1 - image


આ બિલ્ડરોના સેલ્સ ડીડની નોંધણી અટકાવાશે

પ્રોજેક્ટની જાહેરાત, માર્કેટિંગ, ફલેટ વેચાણ પર પણ પ્રતિબંધ, સૌથી વધારે પ્રોજેક્ટ થાણેના

મુંબઈ :  ગ્રાહકોને પ્રોજેક્ટની માહિતી અપડેટ  કરવી જરૃરી હોવા છતાં આ કામ નહીં કરનારા ૩૮૮ બિલ્ડરોને મહારેરાએ  ઝટકો આપ્યો છે. આ બિલ્ડરના પ્રોજેક્ટસના બેન્ક ખાતા ફ્રીઝ કરવામાં આવી રહ્યા હોવાથી તેઓ  પ્રોજેક્ટની જાહેરાત, માર્કેટિંગ, ફ્ેલટ વેચાણ કરવા પર બંધી લાદવામાં આવી છે. આ ઉપરાંત  પ્રોજેક્ટના ફ્લેટોના વેચાણના એગ્રીમેન્ટ ફોર સેલ અને સેલ્સ ડીડની નોંધણી નહીં કરવાનો નિર્દેશ ડેપ્યુટી રજિસ્ટ્રારને અપાયો છે.

જાન્યુઆરીમાં મહારેરા પાસે નોંધધાયેલા ૭૪૬ પ્રોજેક્ટ માટે ૨૦ એપ્રિલ સુધી મિલકત પ્રાપ્તિ કાયદા અનુસાર  પ્રોજેક્ટમાં માં પહેલા ત્રણ મહિનામાં કેટલા ફ્લેટ, ગેરેજની નોંધણી થઈ, કેટલા પૈસા આવ્યા, ખર્ચ કેટલો થયો અને ઈમારતના પ્લાનમાં જો કોઈ હોય તો કરાયેલા ફેરબદલ વગેરેની માહિતી ધરાવતું ફોર્મ વેબસાઈટ પર નોંધાવવું જરૃરી હતું.આનું પાલન નહીં કરતાં ડેવલપરોને અગાઉ ૧૫ દિવસની નોટિસ અને ત્ર  બાદ નોંધણી રદ અથવા સ્થગિત કરવા અંગેની ૪૫ દિવસની નોટિસ બજાવાઈ હતી. તેનો જવાબ નહીં આપનારા ૩૮૮ બિલ્ડરોના  પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન સ્થગિત કરવાનો નિર્ણય મહારેરાએ લીધો છે.

જાન્યુઆરી ૨૦૨૩માં નોંધણી થયેલા આ પ્રોજેક્ટસ છે. નોટિસ મોકલાવ્યા પછી પણ હજી ૩૮૮નો પ્રતિસાદ મળ્યો નથી.આ ડેવલપરોમાં થાણેના ૫૪, પાલઘરના ૩૧,રાયગઢના ૨૨, મુંબઈ ઉપનગરના ૧૭ અને મુંબઈના ત્રણ એમ કુલ ૧૨૭નો સમાવેશ થાય છે.

Gujarat