એનએસઈની અરજી સંદર્ભમાં બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો
અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટસ દ્વારા એનએસઈના ટ્રેડમાર્કના વપરાશથી લોકો છેતરાય છે
મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે રોકાણકારોને સ્ટોક ટિપ્સ અને બજાર સલાહ દ્વારા આકષત કરવા માગતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વેબસાઇટ્સ દ્વારા રજિસ્ટર્ડ એનએસઈ ટ્રેડમાર્કનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
જસ્ટિસ શમલા દેશમુખે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (એનએસઈ) દ્વારા અજાણ્યા વ્યક્તિઓ સામે તેના દુરુપયોગના આરોપસરના એક આઈપી દાવામાં દાખલ કરાયેલી વચગાળાની અરજીમાં આ આદેશ આપ્યો હતો.
કોર્ટે અવલોકન કર્યું કે આ ક્રિયાઓથી જનતાને છેતરવાનું જોખમ રહેલું છે. એ નોંધવામાં આવ્યું હતું કે આ છેતરપિંડીના કારણે ઓછામાં ઓછા એક પ્રસંગે એક વરિષ્ઠ નાગરિક રોકાણકાર નોંધપાત્ર રકમ ગુમાવી હતી.
ટ્રેડમાર્ક એનએસઈનો ઉપયોગ કરીને, એવી સંભાવના છે કે સામાન્ય લોકો ઉલ્લંઘન કરનારા ખાતાઓ પર અપલોડ કરવામાં આવેલી સામગ્રી પર વિશ્વાસ કરીને ગેરમાર્ગે દોરવામાં આવી શકે છે.
એનએસઈએ દાવો કર્યોે હતો કેએક્સ કોર્પ અન યુટયુબ સહિત સોશિયલ મીડિયા પર અસંખ્ય છેતરપિંડીવાળા એકાઉન્ટ્સ અને ચેનલો તેમના એકાઉન્ટ નામો, હેન્ડલ્સ અને વિડિઓઝમાં એનએસઈ ટ્રેડમાર્કનો ઉપયોગ કરી રહ્યા હતા.
આ સામગ્રી, જેમાં સ્ટોક ટિપ્સ, અંદાજો અને આગાહીઓ દર્શાવવામાં આવી હતી, તે દર્શકોને ગેરમાર્ગે દોરતી હતી કે તે એક્સચેન્જમાંથી જ જનકેટ થઈ છે.
જો એનએસઈ જરૃરી પુરાવા રજૂ કરે, જેમાં યુઆરએલ, એકાઉન્ટ વિગતો અને સ્ક્રીનશોટનો સમાવેશ થાય છે તો એનએસઈ દ્વારા સૂચના મળ્યાના ૩૬ કલાકની અંદર આ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોર્ટે સ્પષ્ટતા કરી કે આ પ્રતિબંધ વ્યક્તિગત અભિવ્યક્તિ અથવા નાણાકીય સલાહને પ્રતિબંતિ કરતો નથી, પરંતુ આવી સામગ્રીને એનુએસઈમાંથી ઉદ્ભવતી અથવા રજિસ્ટર્ડ એનએસઈ ચિહ્નનો ઉપયોગ કરીને રજૂ કરી શકાતી નથી.


