Mumbai

મુંબઈના રસ્તા અને ફૂટપાથ પર ફટાકડા વેચનારાઓ પર પ્રતિબંધ

By GS TEAM
12 Oct 20253 mins read
મુંબઈના રસ્તા અને ફૂટપાથ પર ફટાકડા વેચનારાઓ પર પ્રતિબંધ

લાઇસન્સ વિના ફટાકડા વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે 

15 થી 25 ઓક્ટોબર સુધી કડક કાર્યવાહી કરવાની ઝુંબેશ 

મુંબઈ -     દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. ફટાકડા, ફાનસ, દીવા અને  સુગંધી લેપ ( ઉટણી)જેવા દિવાળીના સાધનો વેચતી દુકાનો રસ્તાઓ અને ગલીઓમાં રફડો ફાટી નીકળે છે. પરંતુઆ રીતે ફટાકડા વેચવા એ ગેરકાયદે અને  ખતરનાક પણ છે. એટલા માટે આ વર્ષે મુંબઈ મહાનગરપાલિકાએ શહેરના રસ્તાઓ અને ફૂટપાથ પર ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. આ સંદર્ભે, મહાનગરપાલિકાએ એક પરિપત્ર બહાર પાડયો છે. જેમાં લાઇસન્સ વિના ફટાકડા વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગેની ખાસ કાર્યવાહી ૧૫ ઓક્ટોબરથી લઈને ૨૫ ઓક્ટોબર સુધી કરશે. ઉપરાંત, સત્તાવાર રીતે લાઇસન્સ પ્રાપ્ત ફટાકડા વેચનારાઓ માટે કેટલાક નિયમો નક્કી કર્યા છે.

  આ વર્ષે, મુંબઈ મહાનગર પાલિકામ્યુનિસિપલના લાઇસન્સિંગ વિભાગે અતિક્રમણ અને લાઇસન્સિંગ વિભાગના વરિષ્ઠ નિરીક્ષકોને ફટાકડાના વેચાણ અંગે એક પરિપત્ર જારી કર્યો છે. દિવાળીના તહેવાર દરમિયાન રસ્તાઓ અને ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે ફટાકડા વેચતા કોઈપણ વ્યક્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે આ વિભાગને લાઇસન્સધારકો પાસે ફટાકડાનો વધુ સ્ટોક મળી આવે તો તેમની સામે કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.

      લાઇસન્સધારકો તેમજ અનધિકૃત ફટાકડા વેચનારાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ વરિ નિરીક્ષકોને સુપરત કરવાનો રહેશે. લાઇસન્સધારકો તેમજ અનધિકૃત ફટાકડા વેચનારાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ ૧૫ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર સુધી દરરોજ સબમિટ કરવાનો રહેશે. એવું અધિકારીએ જણાવ્યું હતું.

 મુંબઈમા ફટાકડાની ખરીદી અને વેચાણ તેમજ  ફોડવાનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. આથી, મુંબઈ મહાનગરપાલિકા અને પોલીસ હંમેશા કહે છે કે પ્રતિબંધિત ફટાકડા વેચનારાઓ અને ગેરકાયદેસર ફટાકડા વેચાણના વ્યવસાયમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

     જોકે, કોઈ નક્કર કાર્યવાહી થતી જોવા મળતી નથી. પ્રદૂષણ ફેલાવતા ફટાકડા ન ફોડવા અપીલ કરતી વખતે, ૧૪૫ ડેસિબલ સ્તરવાળા ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ પ્રતિબંધિત છે. જોકે, મુંબઈના રસ્તાઓ પર અનધિકૃત ફટાકડાનું વેચાણ બેફામ રીતે ચાલી રહ્યું છે.

  નિયમ મુજબ, રસ્તાઓ પર ફટાકડા વેચવા પર પ્રતિબંધ છે. ફટાકડા વેચવા માટે મુંબઈ મહાનગરપાલિકાનું લાઇસન્સ અને પોલીસ અને ફાયર બ્રિગેડનું નો-ઓબ્જેક્શન સટફિકેટ જરૃરી છે. તે પછી જ ફટાકડાનું વેચાણ થઈ શકે છે. જોકે રસ્તા અને ફૂટપાથ પર ફટાકડા વેચનારો પાસે આવા કોઈપણ પ્રકારના લાયસન્સ હોતા નથી છતાં તેઓ બે ફોર્મ વેચાણ કરી રહ્યા છે જે મુંબઈગરા માટે ખતરનાક છે.

ગયા વર્ષે, પાલિકાએ લગભગ ૨૫૦ કિલો ફટાકડા જપ્ત કર્યા હતા. અંધેરી પશ્ચિમમાં,કે /વેસ્ટ વોર્ડમાં  સૌથી વધુ ૪૩ કિલોથી વધુ અનધિકૃત ફટાકડા વેચનારાઓએ ફટાકડા જપ્ત કર્યા હતા. દરમિયાન, જી/ સાઉથના પ્રભાદેવી- વરલી, કાંદિવલી વેસ્ટનાઆર /સાઉથ વોર્ડ અને કુર્લા  એલ વોર્ડ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે,. આ સિવાય  મુલુંડ,  અંધેરી પૂર્વ વિસ્તારમાં પણ  મોટી માત્રામાં ફટાકડાનું વેચાણ થયું હતું. દાદર પશ્ચિમમાં પણ મોટી માત્રામાં ફટાકડાનું વેચાણ થાય છે.