Get The App

કબૂતરોને ચણ પર પ્રતિબંધ યથાવતઃ સુપ્રીમે રાહત ન આપી

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
કબૂતરોને ચણ પર પ્રતિબંધ યથાવતઃ સુપ્રીમે રાહત ન આપી 1 - image


હાઈકોર્ટના નિર્દેશમાં હસ્તક્ષેપ કરવા સુપ્રીમનો ઈન્કાર

સુપ્રીમે બે કોર્ટમાં એક જ મુદ્દે સમાંતર  સુનાવણી થઈ શકે નહીં તેમ જણાવ્યુંઃ  હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે

મુંબઈ -  મુંબઈ મહાપાલિકાના નિર્દેશને અવગણીને કબૂતરખાના પર દાણા નાખનારા સામે કાર્યવાહી કરવાના મુંબઈ મહાપાલિકાને બોમ્બે હાઈકોર્ટે આપેલા નિર્દેશમાં સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કર્યો છે. હાઈકોર્ટે કબૂતરખાના બંધ કરવા તથા કબૂતરોને ચણ પર પ્રતિબંધ લાદતા મુંબઈ મહાપાલિકાના આદેશ પર મનાઈહુકમ આપ્યો નથી. આ સંજોગોમાં મુંબઈમાં કબૂતરોને ચણ પરનો પ્રતિબંધ યથાવત રહ્યો છે. કબૂતરોને ચણ આપનારા સામે પોલીસ કેસ સહિતની કાર્યવાહી પણ ચાલુ રહેશે. 

ન્યા. મહેશ્વરી અને ન્યા. બિશ્નોઈની બેન્ચે નોંધ કરી હતી કે કેસની પ્રક્રિયા હાઈકોર્ટ સમક્ષ ચાલુ રહેશે ૧૩ ઓગસ્ટે કેસની સુનાવણી થવાની શક્યતા છે. સુપ્રીમ કોર્ટનો સમાંતર હસ્તક્ષેપ યોગ્ય નથી. આદેશ સુધારા માટે અરજદાર હાઈકોર્ટમાં જઈ શકે છે, એમ બેન્ચે જણાવીને હસ્તક્ષેપ નકાર્યો હતો.

દાયકાઓ જૂના કબૂતરખાનાને તોડી પાડવાની પાલિકાની કાર્યવાહીને પડકારીને પશુપ્રેમીઓ અને કાર્યકર્તાઓએ કરેલી અરજીઓને શરૃઆતમાં હાઈકોર્ટે સ્થગિતી આપી હતી પણ ચણ નાખવા પર બંધી લાદી હતી. ૩૦ જુલાઈના રોજ ૩૦ જુલાઈના રોજ સતત ચણ નાખવાનું ચાલુ રહેેતાં અને પાલિકા અધિકારીઓના અવરોધને નોંધીને હાઈકોર્ટે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ફોજદારી કેસો નોંધવાનો હાઈકોર્ટે આદેશ આપ્યો હતો.  ૨૪  જુલાઈએ હાઈકોર્ટે ચેતાવણી આપી હતી કે કબૂતરોને ચણ નાખવા અને કબૂતરખાના પર મોટા પ્રમાણમાં કબૂતરોની હાજરી સામાજિક ચિંતાનો વિષય છે અને બાળકોથી લઈ વરિષ્ઠ નાગરિકોને આરોગ્યના હિતમાં નિર્ણય લેવાયો હોવાનું કોર્ટે જણાવ્યું છે.

પાલિકાએ તબીબી પુરાવા રજૂ કર્યા હતા કે કબૂતરના મળ અને પીંછા અસ્થમા, અતિસંવેદનશીલતા, ન્યુમોનાઈટિસ અને ફેફસાના ફાઈબ્રોસિસનું કારણ બની શકે છે, જે સ્થિતિઓ એક વખત વિકસિત થાય પછી ઈલાજ થતો નથી. નાગરિક સંસ્થાએ દલીલ કરી હતી કે પીડિતોને ફેફસાંને બદલી નશકાય તેવું નુકસાન થયાનો પછી અહેસાસ થાય છે.

પલ્લવી સચિન પાટીલ સહિત અરજદારો દ્વારા રજૂઆત કરાઈ હતી કે કબૂતરોને ખોરાક આપવો એ લાંબો સમયથી ચાલતી ધાર્મિક પ્રથા છે  ખાસ કરીને હિન્દુ અને જૈન સમુદાયમાં, મુંબઈમાં ૫૧ સ્થળો પર કબૂતરોને ચણ આપવાની પ્રથા  દાયકાઓથી ચાલી આવે છે. 

દાવો કરાયો હતો કે સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓને વધુ પડતી દર્શાવાઈ હતી અને અસ્થમા વાહોનોના પ્રદૂષણ અને ખુલ્લામાં સળગાવવા સાથે સીધો સંબંધ છે. માનવ કબૂતર સહ અસ્તિત્વ માટે પક્ષી ટાવર જેવા વિકલ્પો પ્રસ્તાવિત કર્યા હતા.

Tags :