Get The App

ડિગ્રી તથા માર્કશીટ કૌભાંડમાં આખરે બાન્દ્રાની બલિરામ કોલેજ સામે ગુનો

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ડિગ્રી તથા  માર્કશીટ કૌભાંડમાં આખરે બાન્દ્રાની બલિરામ કોલેજ સામે ગુનો 1 - image

શાંધાઈની યુનિવર્સિટી સાથેની માન્યતા દેખાડી છેતરપિંડી કરી

કેટલાંક વિદ્યાર્થીઓને બે વર્ષે માર્કશીટ મળી, પરંતુ માર્કશીટ અનેક ભૂલોભરેલી મળતાં વિદ્યાર્થીઓએ પોલીસ ફરિયાદ કરી

મુંબઈ -  મુંબઈના બાંદરા પૂર્વની ડૉ.બલિરામ  હિરય કૉલેજ ઑફ આર્કિટેક્ચરમાં નકલી માર્કશીટ અને ડિગ્રી કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં કોલેજના પ્રિન્સિપાલ અને સંચાલક પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ પોલીસ દ્વારા છેતરપિંડી, કૌભાંડ અને દસ્તાવેજોની ખોટી બનાવટના ગુનાઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલો ખેરવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે, જ્યાં વિદ્યાર્થીઓએ તેમના શૈક્ષણિક દસ્તાવેજોની અસલિયત અંગે ગંભીર શંકાઓ વ્યક્ત કરી ફરિયાદ  કરી છે.

અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ, ખાસ કરીને ૨૦૨૧ થી ૨૦૨૫ દરમિયાન ઇન્ટિરિયર ડિઝાઇનિંગના કોર્સમાં ભણેલાંઓએ જણાવ્યું છે કે, શરૃઆતમાં તેમને શાંઘાઈની માન્ય યુનિવસટી સાથે સંકળાયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં તે યુનિવસટીની માન્યતા રદ થઈ ગઈ હોવાની માહિતી બહાર આવી. ત્યારબાદ કોલેજે બીજી યુનિવસટી સાથે સંકળાયેલ હોવાનો દાવો કર્યો, પરંતુ આપવામાં આવેલી માર્કશીટ અને ડિગ્રી શંકાસ્પદ હોવાનું સામે આવ્યું. ઘણા વિદ્યાર્થીઓને ૧ થી ૨ વર્ષના વિલંબ પછી માર્કશીટ મળી હતી અને તેમાં ખોટા ગુણ, કેટલાંક વિષયો ગાયબ અને અમાન્ય ક્યુઆર કોડ જેવી ભૂલો જોવા મળી.

આ કૌભાંડના કારણે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી છે, કારણ કે તેઓ નોકરી મેળવવામાં અથવા આગળના અભ્યાસ માટે પ્રવેશ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કોલેજ પર ગેરમાર્ગે દોરવાના અને બિનમાન્ય કોર્સ ચલાવવાના આક્ષેપો કર્યા છે, જેના કારણે તેમને આથક નુકસાન અને માનસિક તણાવ સહન કરવો પડયો છે. હાલ પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.