પુત્ર કાર લઈ ગયો હોવાની પિતાને જાણ ન હતી ઃ કોર્ટ
અદાલતે સગીરના ઘરના વોચમેનની જુબાની પર આધાર રાખી જામીન આપ્યા
મુંબઈ - વિદ્યાવિહાર વિસ્તારમાં જોખમી રીતે કાર ચલાવી જીવલેણ અકસ્માત સર્જનારા સગીરના પિતાને મુંબઈની એક કોરર્ટ દ્વારા જામીન અપાયા છે. અદાલતે જામીન આપતી વખતે એ વાતની નોંધ લીધી છે કે પિતાને પુત્ર વાહન ચલાવવા માટે બહાર લઈ ગયો હોવાની કોઈ જાણકારી નહોતી. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં ટુુ વ્હિલર પર જતાં ગુજરાતી દંપતિને ટક્કર વાગતાં પતિ ધુ્રમિલ પટેલનું અવસાન થયું હતું.
એડિશનલ સેશન્સ જજ આર.એમ. જાધવે બુધવારે ૫૦,૦૦૦ રૃપિયાના બોન્ડ પર તેમના જામીન મંજૂર કર્યા હતા અને મુખ્યત્વે તે બિલ્ડિંગના ચોકીદારના નિવેદન પર આધાર રાખ્યો હતો જ્યાં ઉદ્યોગપતિ રહે છે.
આ અકસ્માત ગત પાંચમી ફેબુ્રઆરીના રોજ મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં સોમૈયા કોલેજ પાસે થયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ઉદ્યોગપતિનો સગીર પુત્ર કિયા સેલ્ટોસ ચલાવી રહ્યો હતો ત્યારે તે સ્કૂટર સાથે અથડાઈ ગયો, જેના કારણે તેના સવાર ધુ્રમિલ પટેલનું મૃત્યુ થયું હતું જ્યારે પાછળ બેઠેલી મૃતકનાં પત્ની મીનલ ને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી.છોકરાના પિતાની ૧૦ ફેબુ્રઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ બેફામ વાહન ચલાવવા, હત્યા ન ગણાતા ગુનાહિત હત્યા, અન્ય લોકોના જીવન અને સલામતીને જોખમમાં મૂકતા કૃત્ય, તેમજ મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આરોપીએ ં દલીલ કરી હતી કે તે અકસ્માત સ્થળે હાજર નહોતો કે સંબંધિત સમયે વાહન ચલાવતો નહોતો.તેમને અકસ્માતના દિવસે તેમના પુત્ર દ્વારા વાહન લઈ જવાની કોઈ જાણ નહોતી અને તેઓ આ જીવલેણ અકસ્માત માટે જવાબદાર નથી.
સરકારી વકીલ પીબી બાંકરે જામીન અરજીનો વિરોધ કર્યો, અને દલીલ કરી કે સગીર પાસે માન્ય લાઇસન્સ નથી તે જાણતા હોવા છતાં પિતાએ તેમના પુત્રને વાહન ચલાવવાની મંજૂરી આપી હતી.
પીડિત પરિવારના વકીલે કોર્ટનું એ બાબતે ધ્યાન દોર્યું હતું કે અકસ્માત સર્જનારા સગીરનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તે ડ્રાઇવિંગના ્ટન્ટ કરી રહ્યો હોવાના વિડીયો ઉપલબ્ધ છે. પિતાને આ હકીકતની જાણ હતી, છતાં તેણે પોતાના પુત્રને એસયુવી ચલાવવાની મંજૂરી આપી. તેથી, પ્રથમ દ્રષ્ટિએ તેની સામે ગુનો નોંધાયો, એમ તેમણે ઉમેર્યું.
વકીલે રજૂઆત કરી હતી કે આરોપીએ કેસનું સમાધાન કરવા માટે પીડિતાના પરિવારને ૪૦ લાખ રૃપિયાની ઓફર કરી હતી અને દાવો કર્યો હતો કે સગીરની ઇન્સ્ટા પોસ્ટસ ડિલીટ કરાઈ હતી.
બધા પક્ષોને સાંભળ્યા પછી, એડિશનલ સેશન્સ જજ જાધવે જામીન આપતી વખતે ઉદ્યોગપતિના મકાનના ચોકીદારના નિવેદન પર આધાર રાખ્યો હતો.
કોર્ટે નોંધ્યું કે રાત્રે ૧૦.૧૫ વાગ્યે (અકસ્માતના દિવસે) કિશોર આરોપી ચોકીદાર પાસે ગયો અને કારની ચાવીઓ માંગી (જે તે સમયે ચોકીદાર પાસે હતી). ચોકીદારે દાવો કર્યો કે કિશોરની પૂછપરછ કર્યા વિના, તેણે ચાવીઓ સગીરને આપી દીધી કારણ કે તે આરોપીનો પુત્ર હતો, કોર્ટના આદેશમાં જણાવાયું છે.
બાદમાં જ્યારે પિતા નીચે આવ્યા અને જોયું કે તેમની કાર પાકગમાં નથી, ત્યારે તેમણે ચોકીદારને પૂછયું, અને તેમને ખબર પડી કે વાહન તેમના પુત્રએ લઈ લીધું છે, એમ અહેવાલમાં જણાવાયું છે.
પ્રાથમિક દ્રષ્ટિએ, રેકોર્ડ પરની સામગ્રી દર્શાવે છે કે અરજદાર/આરોપી એ હકીકતથી વાકેફ ન હતા કે ઘટના સમયે તેમના પુત્રએ વાહન લીધું હતું જે અહીં નોંધવું જરૃરી છે,એમ કોર્ટે કહ્યું.
કોર્ટે ઉદ્યોગપતિને તેની પરવાનગી વિના મુંબઈ ન છોડવાનો અને કેસના સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કોઈપણ પ્રયાસ કરવાથી દૂર રહેવાનો નિર્દેશ આપ્યો હતો.


