Get The App

ફાયરિંગ પહેલાં સલમાનના ઘરે રેકી કરનારાને જામીનનો ઈન્કાર

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
ફાયરિંગ પહેલાં સલમાનના ઘરે રેકી કરનારાને જામીનનો ઈન્કાર 1 - image


મકોકા કોર્ટે જામીન અરજી ફગાવી 

બિશ્નેઈ ગેંગના સાગરિત ચૌધરીએ રેકી કરી વિડીયો અનમોલને મોકલ્યો હતો

મુંબઈ -  મુંબઈની વિશેષ કોર્ટે સોમવારે અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાને ગોળીબારની ઘટનાના સંબંધમાં પકડાયેલા કથિત લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિતને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ  કોર્ટના ન્યાયાધીશ મહેશ જાધવે મોહમ્મદ રફીક સરદાર ચૌધરીની જામીન અરજી ફગાવી દીધી હતી. વિગતવાર આદેશ હજુ સુધી ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી.

પોલીસના જણાવ્યા મુજબ, ચૌધરીએ ગોળીબારના બે દિવસ પહેલા ગેલેક્સી એપાર્ટમેન્ટ્સની રેકી કરી હતી, તે વિસ્તારનો વીડિયો શૂટ કર્યો હતો અને તેને આ કેસમાં વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈને મોકલ્યો હતો.

ચૌધરી, ગુપ્તા અને પાલ, સોનુકુમાર બિશ્નોઈ, મોહમ્મદ રફીક ચૌધરી અને હરપાલ સિંહ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.

એક આરોપી અનુજકુમાર થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી હતી.

આ કેસમાં દાખલ કરાયેલ ચાર્જશીટમાં પોલીસે લોરેન્સ બિશ્નોઈ અને અનમોલ બિશ્નોઈને વોન્ટેડ આરોપી તરીકે દર્શાવ્યા છે.


Tags :