Mumbai

3.2 લાખ રુપિયાની રોકડ ભરેલી બેગ પ્રવાસીને પરત કરાઈ

By GS TEAM
6 Jul 20251 min read
3.2  લાખ રુપિયાની રોકડ  ભરેલી બેગ પ્રવાસીને પરત કરાઈ

પાલઘર જીઆરપીની ઝડપી કાર્યવાહી

ચર્ચગેટ જતી ટ્રેનમાં બેગ ભૂલી પ્રવાસી નીચે ઊતરી ગયો, સફાળે સ્ટેશને બેગ પાછી મળી

મુંબઈ -  પાલઘર જિલ્લાના સરકારી રેલવે પોલીસ (જીઆરપી) કર્મચારીએ ૩.૨ લાખ રુપિયાની રોકડવાળી બેગ શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કરી હતી. આ બેગ પ્રવાસી લોકલ ટ્રેનમાં ભૂલી ગયો હતો. 

જીઆરપીના એક અધિકારીના જણાવ્યાનુસાર, શુક્રવારે સવારે ૮ વાગ્યે ચર્ચગેટ જતી ટ્રેનમાંથી ઉતરતી વખતે અભિષેક શુક્લા (૩૦) તેની બેગ ટ્રેનમાં જ ભૂલી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ તેણે તુરંત પોલીસ કંટ્રોલ રુમનો સંપર્ક કર્યો હતો.

સફાળે રેલવે સ્ટેશન પર કાર્યરત જીઆરપીને આ બાબતે જાણ કરાઈ હતી. આથી ટ્રેન ત્યાં પહોંચતાં જ તેઓ બેગ પાછી મેળવવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ યોગ્ય પ્રક્રિયા કરી બેગ શુક્લાને પરત કરવામાં આવી હતી. આ તાત્કાલિક કાર્યવાહી માટે તેણે પોલીસનો આભાર માન્યો હતો.