સાયબર ઠગોને ખાતાં ઉપલબ્ધ કરાવતો એક્સિસ બેન્કનો મેનેજર ઝડપાયો

સાયબર ક્રાઈમમાં પડાવાયેલાં પૈસા સગેવગે કરવામાં મદદ
સીબીઆઈ દ્વારા ધરપકડ કરી રિમાન્ડ મેળવાયાઃ સાયબર ગુનેગારોને ખાતાં મેળવી આપવાના બદલામાં મોટી રકમ મેળવતો હતો
સીબીઆઈનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ખાતાઓનો ઉપયોગ સાયબર ગુનાઓ માટે કરવામાં આવ્યો હતો જેના ડિજિટલ એરેસ્ટ ફ્રોડના કેસોનો પણ સમાવેશ થાય છે. આરોપી નિતેશ રાય સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આરોપીની મંગળવારે ધરપકડ કરવામાં આવી હતી અને મુંબઇની સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટે તેને વધુ પૂછપરછ માટે સીબીઆઇની કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
આ બાબતે વધુ વિગત આપતા સીબીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે બેંકે મેનેજરને ગેરકાયદે લાંચ આપનાર બે સાયબર ગુનેગારોને પણ એફઆઇઆરમાં આરોપી બનાવવામાં આવ્યા છે.
આ લોકો સામે સરકારી કર્મચારીઓને લાંચ દેવા પ્રકરણે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનામાં નોંધ કરવામાં આવી છે. બન્ને સાયબર ગુનેગારોની સીબીઆઇ દ્વારા ચાલુ ડિજિટલ સાયબર ક્રાઇમ કેસમાં તપાસના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવી છે.
અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન મળેલા પૂરાવાઓથી જાણવા મળ્યું હતું કે આ સંગઠિત સાયબર ક્રાઇમ નેટવર્ક હેઠળ નિર્દોષ અને ભોળા નાગરિકો પાસેથી પડાવેલ સાયબય ફ્રોડની રકમ સગેવગે કરવા છૂપાવવા બનાવટી એકાઉન્ટ ખડેલી બેન્કિંગ સિસ્ટમનો દુરુપયોગ કરી રહ્યા હતા.

