For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટના આરોપી અને હર્ષદ મહેતાના સાથીદારની એટીએસ દ્વારા દિલ્હીથી ધરપકડ

Updated: Aug 18th, 2021

Article Content Image

કોર્ટે 25 ઓગસ્ટ સુધીની પોલીસ કસ્ટડી આપી

મુંબઇ : આંતરરાષ્ટ્રીય ડ્રગ કોર્ટેલના મુખ્ય આરોપી અને શેર માર્કેટના કૌભાંડના હર્ષદ મહેતાના સાથીદાર નિરંજન જયંતીલાલ શાહની એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (એટીએસ)ના અધિકારીઓએ દિલ્હીથી ધરપકડ કરી હતી. કોર્ટે તેને ૨૫ ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

એટીએસની જુહૂ યુનિટે ૧૭ માર્ચ, ૨૦૨૧ના સોહેલ યુસુફ મેમણને પાંચ કિલો ૬૫ ગ્રામ મેફેડ્રોન સાથે પકડયો હતો. આંતરરાષ્ટ્રીય  માર્કેટમાં એની કિંમત અંદાજે અઢી કરોડ રૃપિયા હતી. નિરંજન શાહ પાસેથી આ નશીલો પદાર્થ લીધો હતો. આ ગુનામાં તે ફરાર હતો. મુંબઇ, દિલ્હી પોલીસ, નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરો, ડીઆરઆઇન ટીમ તેની શોધખોળ કરી રહી હતી.

શેર માર્કેટના કૌભાંડનો મુખ્ય આરોપી હર્ષદ મહેતાનો નિરંજન સાથીદાર હતો આર્થિક ગુના શાખામાં તેની સામે છેતરપિંડીનો કેસ દાખલ હતો.

મુંબઇની બહાર નાસી ગયા બાદ તે મધ્યપ્રદેશ, હૈદરાબાદ, કર્ણાટકમાં પોતાની ઓળખ બદલીને રહેતો હતો દિલ્હીમાં મુનેરકા ગામમાં એક સિંગલ ભાડાના રૃમમાં નિરંજન ગરીબ વ્યકિતની જેમ રહેતો હતો. આની જાણ થયા બાદ તેની ધરપકડ કરાય હતી.


Gujarat