સ્મૃતિ મંધાનાના મિત્ર દ્વારા ફરિયાદ
ફિલ્મ નિર્માણ માટે ઉછીના લીધા પૈસા પાછા ન આપ્યા, દુર્વ્યવહાર કયો
મુંબઈ - સંગીતકાર અને ગીતકાર પલાશ મુચ્છલ વિરુદ્ધ નોંધાયેલ પચ્ચીસ લાખની છેતરપિંડીના કેસની હજુ તપાસ ચાલુ છે. ત્યારે સાંગલીમાં હવે તેની સામે ક્રિકેટર સ્મૃતિ મંધાનાના બાળપણના મિત્ર દ્વારા એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ અપાતાં ગુનો દાખલ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે પલાશ અને સ્મૃતિનાં સાંગલી ખાતે યોજોનારાં લગ્ન છેલ્લી ઘડીએ રદ કરાયાં હતાં.
પોલીસના જણાવ્યા મુજબ, પલાશ મુચ્છલે ફરિયાદી વિજ્ઞાાન માનેનો સંપર્ક કર્યો હતો અને નઝારિયા ફિલ્મના નિર્માણ માટે તેની પાસેથી રુ. પચ્ચીસ લાખ લીધા હતા. પૈસા લેતી વખતે પલાશે છ મહિનામાં ફિલ્મ પૂર્ણ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ લાંબા સમય પછી પણ ફિલ્મ પૂર્ણ થઈ ન હતી. તેથી વિજ્ઞાાન માનેએ તેમના પૈસા પાછા માંગ્યા હતા. પરંતુ પૈસા પરત મળ્યા ન હતા. આ મુદ્દે બંને વચ્ચે દલીલ થઈ હતી. આ બાદ વિજ્ઞાાન માનેએ જાન્યુઆરીમાં પલાશ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
આ બાદ હવે ફરિથી વિજ્ઞાાન માનેએ પલાછે તેમની સાથે જાતિ આધારિત દુર્વ્યવહાર અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ કરી સાંગલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


