આસામના સિંગર ઝુબીન ગર્ગને ઝેર આપીને હત્યા કરવામાં આવી હોવાનો દાવો

ગાયકના
બેન્ડમેટે મેનેજર અને ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝર પર આરોપ મુક્યો
મુંબઇ -
સિંગર ઝુબીન ગર્ગનું સિંગાપોરમાં અચનાક જ આકસ્મિક નિધન થયું હતુ.
હવે આ મામલામાં એક નવો વળાંક આવ્યો છે. ગાયકના બેન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામીએ સિંગરના
મેનેજર અને ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝર પરઆોપ લગાડયો છે કે,તેમણે ઝૂબીનને
ઝેર આપીને હત્યા કરી હતી અને પછીથી તેનું નિધન એક આકસ્મિક હોવાનું નાટક કર્યું હતું.
ઝુબીનના મોઢા અને નાકમાંથી ફીણ નીકળતા જોવા
મળ્યા હતા.
સિંગર
ઝબીનના આકસ્મિક મૃત્યુ માટે પોલીસે તેના બેન્ડમેટ શેખર જ્યોતિ ગોસ્વામી સહિત ચારની
ધરપકડ કરી હતી. બન્ડમેટ શેખર જ્યોતિએ સિંગરના મેનેજર પર ઝેર આપીને તેને મારી નાખવાનો
આરોપ મુક્યો છે. તેણે એમ પણ કહ્યું હતું કે,
તેની હત્યા કરવા માટે મેનેજર ે સિંગાપોરની પસંદગી કરી હતી. તેણે આરોપ મુક્યો હતો કે, ઝુબીન ગર્ગના
મેનેજર અને ફેસ્ટિવલનાઓર્ગેનાઇઝરે સિંગરને ઝેર આપીને મોતના ઘાટે ઉતાર્યો હતો અને અકસ્માત
હોવાનું કહ્યું હતું.
શેખર
જ્યોતિએ એવો પણ દાવો ક્યો હતો કે સિદ્ધાર્થ શર્માએ યાટના કેપ્ટન પાસેથી જબરદસ્તીથી
કન્ટ્રોલ લઇ લીધો હતો. પરિણામે યાટ
સમુદ્રમાં ગોથા ખાવા લાગી હતી. એ દરમિયાન ઝુબીનના મોઢા અને નાકમાંથી ફીણ નીકળી
રહ્યા હતા જેને મેનેજરે નજરઅંદાજ કર્યા હતા. ઝુબીનને કોઇ મેડિકલ હેલ્પ આપવામાં આવી
ન આપવાથી તેની હાલત ગંભીર થઇ ગઇ હતી અને તેનું મૃત્યુ થયું હતું.








