Get The App

અશોક ખરાતની પત્નીનો કોર્ટમાં દાવોઃ પતિના ગુનામાં મારી કોઈ સંડોવણી નથી

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
અશોક ખરાતની પત્નીનો કોર્ટમાં  દાવોઃ પતિના ગુનામાં મારી કોઈ સંડોવણી નથી 1 - image

પતિએ મારા નામે કરેલા વ્યહારોના હેતુ , સ્વરુપ વિશે ખબર નથી

જોકે, કલ્પનાના નામે સાત કરોડના વ્યવહારો તથા  દસ્તાવેજો પર તેના નામને જોતાં અદાલતે આગોતરા જામીન અરજી ફગાવી

મુંબઈ -  ઢોંગી બાબા અશોક ખરાત કેસમાં મોટો વણાંક આવ્યો  છે. રાહતા ખાતેની કોર્ટે અશોક ખરાતની પત્ની કલ્પના ખરાતની આગોતરા જામીન અરજીને ફગાવી દીધી છે. કલ્પના ખરાત હવે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરે એવી શક્યતા છે. કલ્પના ખરાતે કોર્ટમાં દાવો કર્યો હતો કે મારા પતિએ  મારા નામે કરેલા આર્થિક વ્યવહારો વિશે  પોતાને કોઈ જાણ નથી અને પતિએ કોઈ ગુનો કર્યો હોય તો પણ તેમાં મારી કોઈ સંડોવણી નથી. 

ફરિયાદી  પક્ષે  દાવો કર્યો હતો કે સંપૂર્ણ વ્યવહારમાં અનેક આર્થિક લેવડદેવડ થઈ છે અને મની લોન્ડરિંગ સંબંધીત કેસ બની શકે છે. સંબંધીત એમઓયુમાં કલ્પના ખરાતને બે ટકા વ્યાજ આપવાનો ઉલ્લેખ છે, આથી તેને વ્યવહારમાંથી આર્થિક લાભ થવાનો હતો. ફરિયાદી પક્ષે એવી પણ દલીલ કરી હતી કે ૫૭ જમીનમાંથી સુમારે ૪૦ ટકા જમીન પર કલ્પના ખરાતનું નામ સાતબારમાં છે. આથી તેને વ્યવહારની સંપૂર્ણ જાણકારી હતી, એવો દાવો કર્યો છે.  તેમ જ ખરીદીખત પ્રક્રિયામાં હાજર હતા અને નોંધણી કાર્યાલાયમાં હાજરી, તસવીર અને અંગૂઠાની છાપ હોવાનું સરકારી વકિલે જણાવ્યું હતું. 

કલ્પનાએ કોર્ટમાં બાચાવમાં જણાવ્યું હતું કે મારા પતિએ કોઈ ગંભીર ગુનો કર્યો  હોય  તો તેમાં મારો કોઈ સહભાગ નથી. મારી પાસેથી પોલીસે જપ્ત કરવા જેવા કોઈ મહત્ત્વના દસ્તાવેજ કે પુરાવા નથી.કલ્પના વતી દલીલ કરાઈ હતી કે જમીન ખરીદી વ્યવહારમાં તેઓ સીધી રીત સામેલ નથી. કલ્પના વાટાઘાટ પ્રક્રિયામાં પણ સામેલ નહોતી કે તેણે કોઈ પાસેથી વ્યાજની માગણી કરી નહોતી.

સાથે જ સ્પષ્ટતા પણ કરી હતી કે કેટલાંક નાણાકીય વ્યવહારો પતિના કહેવાથી કર્યા હતા. તેઓ વ્યવહારના હેતુ અને કે સ્વરુપ વિશે તમને કોઈ માહિતી ન હતી. 

તપાસ અધિકારી નિવાત જાધવે કોર્ટને જાણ કરી હતી કે કલ્પના ખતારના ખાતામાંથી સાત કરોડનો વ્યવહાર થયો છે. કોઈ નોકરી કે વ્યવસાય વિના આટલી મોટી રકમ કઈ રીતે ખાતામાં આવી એની તપાસ કવાની જરૃર  હોવાનું જણાવ્યું હતું.

સરકારી પક્ષે વધુ એક મુદ્દે દલીલ કરી હતી કે પાવર ઓફ એટર્નીમાં ફક્ત ખરીદીનો અધિકાર અપાયો હતો. ખરીદી દસ્તાવેજ અને પાવર ઓફ એટર્નીને એક જ દિવસે તૈયાર કરવામાં આવ્યા હોવા છતાં, ખરીદી દસ્તાવેજ બે દિવસ પછી કેમ અમલમાં મૂકવામાં આવ્યો તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

કલ્પના ખરાત વતી કોર્ટમાં દલીલ કરતી વખતે બાળકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મારા પતિએ ગંભીર ગુના કર્યા છે. હાલમાં મીડિયા ટ્રાયલ ચાલી રહી છે અને કોઈ સંજોગોમાં મારી ધરપકડ કરવાની યોજના છે, કલ્પનાએ કોર્ટમાં દાવો કર્યો હતો કે મારો પુત્ર ૧૮ વર્ષનો છે, મારી એક પુત્રી છે, પતિ જેલમાં છે. મને ખબર નથી કે તેઓ બહાર આવશે કે નહીં. હવે મારે પરિવારની સંભાળ રાખવી પડશે. તેથી આગોતરા જામીન મળવા જોઈએ. હું દરરોજ કોર્ટમાં હાજર થવા માટે તૈયાર છું અને ક્યાંય ભાગીશ નહીં,એમ ખાતરી આપી હતી.

બંને પક્ષની દલીલો સાભળ્યા બાદ કોર્ટે સાંજે આગોતરા જામીન ફગાવતો આદેશ આપ્યો હતો.