Get The App

અશોક ખરાત પાર્ટ ટુઃ વસઈના ધર્મગુરુ હૃષિકેશ વૈધ દ્વારા મહિલા પર બળાત્કાર

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
અશોક ખરાત પાર્ટ ટુઃ વસઈના  ધર્મગુરુ હૃષિકેશ વૈધ દ્વારા મહિલા પર બળાત્કાર 1 - image

હું તારો મહાદેવ છું, તું મારી પાર્વતી છો તેમ કહી યુવતીને ભોળવી

ખરાતનો  કેસ ગાજયા બાદ જ મહિલાએ હિંમત કરી પતિને જાણ કરી અને પોલીસ ફરિયાદ નોંધાવીઃ અનેક યુવતીઓનું જાતીય શોષણ કર્યાની શંકા

મુંબઈ  -  વસઈના માણીકપુર પોલીસ સ્ટેશનમાં વસઈના સ્વઘોષિત ધામક નેતા હૃષિકેશ વૈદ્ય સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે, જેમણે 'હું શંકર છું અને તું મારી પાર્વતી છે' એમ કહીને એક મહિલા પર બળાત્કાર કર્યો હતો. આ કેસ વધુ કાર્યવાહી માટે પુણેના હડપસર પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.

પુણેમાં રહેતી ૩૫ વર્ષની પીડિતાએ માણિકપુર પોલીસને આપેલી ફરિયાદ મુજબ, ૨૦૨૩ માં  ફેસબૂક દ્વારા તેનો પરિચય આમચી વસઈના પ્રમુખ હૃષિકેશ વૈધ સાથે થયો હતો.  આધ્યાત્મિકતા શીખવવાના બહાને વૈધે પરિચય વધાર્યો હતો. ડિસેમ્બર ૨૦૨૩ માં, તે તેને મળવા પુણે ગયો હતો. તેણે તેને 'હું મહાદેવનો અવતાર છું. તું મારી પાર્વતી છે' એમ કહીને છેતરપિંડી કરી હતી. ત્યાર બાદ, તે તેણીને પુણેના મંજરી સ્થિત એક લોજમાં લઈ ગયો અને નશીલા પદાર્થો આપીને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ સમય દરમિયાન, વૈદ્યએ તની જાણ વગર તેના અશ્લીલ ફોટા પાડયા હતા.

 આ ફોટાઓના આધારે, તેણે  મહિલાને બ્લેકમેઈલ કરી વસઈની હોટલમાં મે ૨૦૨૫માં ફરી બળાત્કારના પ્રયાસ કર્યો હતો. નાસિકનના અશોક ખરાતનો કેસ પ્રકાશમાં આવતાં પીડિતાએ હિંમત કરી  પતિને આ વિશે જણાવ્યું અને તેણે બુધવારે સાંજે વસઈના માણિકપુર પોલીસ સ્ટેશનમાં હૃષિકેશ વૈદ્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. માણિકપુર પોલીસ સ્ટેશનના વરિ પોલીસ ઇન્સ્પેક્ટર હીરાલાલ જાધવે માહિતી આપી કે પુણેમાં બળાત્કારની પહેલી ઘટના બની ત્યારથી, કેસ હડપસર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

        પીડિતાએ જણાવ્યું કે હૃષિકેશ વૈદ્ય ધામક નેતા હોવાનો ઢોંગ કરીને ઘણી છોકરીઓને પોતાની જાળમાં ફસાવી હતી અને તેમનું જાતીય શોષણ કરતો હતો.