Mumbai

ડ્રગ્સ પ્રકરણમાં આર્યન ખાનને 'બલીનો બકરો' નથી બનાવાયો : સમીર વાનખેડે

By GS TEAM
3 Oct 20253 mins read
ડ્રગ્સ પ્રકરણમાં આર્યન ખાનને 'બલીનો બકરો' નથી બનાવાયો : સમીર વાનખેડે

વાનખેડેએ આર્યનનું નામ લીધા વિનો વિગતવાર જવાબો આપ્યા

ડ્રગ્સ ન મળ્યું હોવા છતાં ફરજના એક ભાગરૂપે તેની ધરપકડ કરવી જરૂરી હતી

મુંબઇ: બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ઓકટોબર-૨૦૨૧માં એક કથિત રેવ પાર્ટીમાંથી ધરપકડ થવા પ્રકરણે તેની ધરપકડ કરનાર સમીર વાનખેડેએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં આ પ્રકરણે પહેલીવાર જાહેરમાં  વિગતવાર  ટિપ્પણી કરી હતી. સમીર વાનખેડેએ આર્યનના 'ધ બેડ્સ ઓફ બોલીવૂડ' શોના એક દ્રશ્ય પર વાંધો ઉઠાવ્યો હતો અને ક ોર્ટમાં માનહાનિનો ખટલો દાખલ કર્યો હતો. ત્યાર બાદ હવે તેમણે આર્યનની ધરપકડ બાબતે ટિપ્પણી કરી હતી. 

વાનખેડેએ જણાવ્યું હતું કે ભલે તેની પાસે કોઇ ડ્રગ્સ મળ્યું નહોતું. તેમ છતાં તેમના કામના એક ભાગરૂપે તેની ધરપકડ કરવી જરૂરી હતી. વાનખેડેને જ્યારે એવું પણ પૂછવામાં આવ્યું કે શું આર્યનને 'બલીનો બકરા'ે બનાવવામાં આવ્યો હતો ? આ ઉપરાંત શું આર્યનની મુક્તિના બદલામાં તેમણે ૨૫ કરોડ રૂપિયા માંગ્યા હતા ? અને આ આરોપમાં કેટલું સત્ય છે ?

આ બાબતે મામા કાઉચ યુ ટયુબ ચેનલ સાથેની વાતચીતમાં વાનખેડેએ  સ્પષ્ટ કર્યું હતું કે તેણે બોમ્બે હાઇકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામા પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તે આર્યન ખાનના કેસ વિશે મીડિયા સમક્ષ વાત કરશે નહીં. જોકે ઇન્ટરવ્યુ લેનારે તેને આર્યન ખાનના કેસ વિશે સીધો પ્રશ્ન પૂછવાનું ચાલું રાખતા વાનખેડેએ આર્યનનું નામ લેવાનું ટાળ્યું હતું અને વિગતવાર જવાબો પૂરા પાડયા હતા.

વાનખેડેને પૂછવામાં આવ્યું હતું કે આર્યન પાસે કોઇ ડ્રગ્સ ન હોવા છતાં તેને ૨૫ દિવસ સુધી કસ્ટડીમાં શા માટે રાખવામાં આવ્યો હતો ? આ બાબતે વાનખેડેએ  સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જ્યારે કોઇની ધરપરડ થાય છે ત્યારે તેની પાસે ડ્રગ્સ હોવું જરૂરી નથી હોતું. લોકોમાં એવી ગેરસમજ છે કે જો તમારી પાસેથી કોઇ ડ્રગ્સ નહીં મળે તો કોઇ કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કોઇ ડ્રગ્સ સાથે  પકડાયું હોય તો કોઇએ તે બનાવ્યું હશે. કોઇએ તે સપ્લાય કર્યું હશે અને કોઇ તે ખરીદવાનો ઇરાદો ધરાવતું હશે. શું તમને એવું લાગે છે કે આપણે તેનું ઉત્પાદન કરનારાઓ અથવા તેને ખરીદવાનો ઇરાદો ધરાવતા લોકોની ધરપકડ ન કરવી જોઇએ કારણે કે તે બન્ને ડ્રગ્સ ધરાવતા નથી ? કાયદામાં આખી ચેઇનની ધરપકડ કરવાની જોગવાઇ છે. ભલે તેનો કબ્જો કોણ પણ ધરાવતું હોય.

તેમણે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જેનો અર્થ આર્યન તે બન્નેમાંથી કોઇપણ શ્રેણીનો હોઇ શકે છે.

જ્યારે વાનખેડે સીધો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું આર્યનને 'બલીનો બકરો' બનાવવામાં આવ્યો હતો ? ત્યારે વાનખેડેએ પોતાના વલણનો બચાવ કરતા જણાવ્યું હતું કે આવું કાંઇ નથી . 'ઇસમે કોઇ બલી કા બકરા નહીં બનતા'(આમા કોઇ બલીનો બકરો બનતું નથી) તેમણે કહ્યું હતું કે ઘણા વિચાર કર્યા પછી સભાન-પણે ઇલેકટ્રોનિક પુરાવા અને કેટલાક નિવેદનો તેના આધારે તપાસ કરવામાં આવે છે. ત્યાર બાદ જામીન મેળવવા માટે અનેક કાયદેસર માધ્યમોમાંથી પસાર થવું પડે છે. તેની યાદી પણ આપી હતી. આ તમામ પ્રક્રિયા ફક્ત વાનખેડે જ કરતો નથી પણ તેમાં અનેક પ્રક્રિયાઓ છે તેવી સ્પષ્ટતા  કરી હતી.

 વાનખેડે પર શાહરૂખ સાથેની વાતચીત લીક કરવાનો પણ આરોપ છે જેમાં સ્ટાર  કથિત રીતે તેને આજીજી કરી રહ્યો છે. આ વિશે વાનખેડે એ ઝણાવ્યું હતું કે લીક કરવું એ અહીં ખોટો શબ્દ હશે. મારી આદત નથી કે હું આવી વસ્તુઓ કરું અથવા હું એટલો નબળો પણ નથી. મારે આ વું કરવાની કોઇ જરૂર જ નથી. આ ઉપરાંત ૨૫ કરોડ રૂપિયાની લાંચના આરોપ વિશે પૂછવામાં આવતા વાનખેડેએ જણાવ્યું હતું કે તમે બધી ચેટ્સ જોઇ હશે, હું ચેટ્સમાં જે વાતો છે તેનું પુનરાવલ્તન કરવા માંગતો નથી. મે કાર્યવાહી કરી છે અને કોઇને છોડયા નથી. હું ફક્ત એટલું જ કહીશ કે મે ધરપકડ કરી મારી પરજ બજાવી છે. આર્યનને ૨૦૨૨માં ડ્રગ્સના તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.