ચોપાટી પર છ ફૂટ સુધીની પીઓપીની ગણેશમૂત માટે કૃત્રિમ તળાવની સુવિધા

ગિર્દી નિયંત્રણ રાખવા તેમ જ કાયદો અને વ્યવસ્થા જાળવવા પાલિકા મુંબઈમાં ૨૮૦ કૃત્રિમ તળાવ ઊભા કરશે
મુંબઈ - મુંબઈમાં છ ફૂટ ઉંચી પ્લાસ્ટિર ઓફ પેરિસ(પીઓપી) ગણેશ મૂતઓના વિસર્જન માટે ચોપાટી પર કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા ન થાય તે માટે સાવચેતીરૃપે મુંબઈ મહાનગરપાલિકાએ ચોપાટી પર જ કૃત્રિમ તળાવો બનાવવાનો નિર્ણય લીધો છે. ગિરગામ ચોપાટી પર પાંચ કૃત્રિમ તળાવો બનાવવામાં આવશે અને પાલિકા અન્ય ચોપાટી પર પણ કૃત્રિમ તળાવો બનાવવાની યોજના બનાવી છે. જોકે આ વર્ષે, મુંબઈમાં ૨૮૦ કૃત્રિમ તળાવો બનાવવામાં આવશે. માંગણી મુજબ તેમની સંખ્યા વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સાર્વજનિક ગણેશોત્સવ અંગે બોમ્બે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માર્ગદશકા અનુસાર મુંબઈ મહાનગરપાલિકાએ મૂત વિસર્જન પછી કાર્યવાહી કરવા માટે એક સંચાલન પ્રક્રિયા (એસઓપી) ઘડી છે. કૃત્રિમતળાવની જરૃરિયાત મુજબ મશીનરી અથવા માનવબળની મદદથી તળાવો, કામચલાઉ ટાંકીઓ, જળાશયોમાં વિસજત બધી મૂતઓ ૨૪ કલાકની અંદર દૂર કરવામાં આવશે. વિસર્જન પછી મૂતઓ પુનઃપ્રાપ્ત કરવામાં આવશે અને ફરીથી પ્રક્રિયા કરવામાં આવશે. હાઈકોર્ટે સાર્વજનિક ગણેશોત્સવ તેમજ અન્ય તહેવારો પર્યાવરણને અનુકૂળ રીતે ઉજવવા માટે વિવિધ નિર્દેશો આપ્યા છે.
આ ઉપરાંત કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પણ વિવિધ માર્ગદશકાઓ નક્કી કરી છે. એસ ઓ પી પ્રક્રિયાઓ અને માર્ગદશકા અનુસાર કામ કરતી વખતે, છ ફૂટ સુધી પીઓપી મૂતઓના વિસર્જન માટે કૃત્રિમ તળાવો પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ વર્ષે ૨૮૦કૃત્રિમ તળાવો બનાવવામાં આવશે. ગયા વર્ષે આ સંખ્યા ૨૭૭ હતી. આ વર્ષે કૃત્રિમ તળાવમાં ઊંડાઈ અને પહોળાઈ વધારો કરવામાં આવશે.
મહાનગરપાલિકાએ જુહુ, મલાડ, દાદર, મઢ અને અન્ય કેટલાક સ્થળોએ પણ બે થી ત્રણ કૃત્રિમ તળાવો બનાવવાની યોજના બનાવી છે. કૃત્રિમ તળાવો વિશેની માહિતી ગૂગલ મેપ્સ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રાજ્ય સરકારે ગણેશ ચતુર્થીને 'રાજ્ય ઉત્સવ'નો દરજ્જો આપ્યો છે. તેથી, સરકારે આ ઉત્સવની ઉજવણી માટે વિસ્તૃત યોજનાઓ બનાવી છે. આ પાર્શ્વભૂમિ સામે, બૃહન્મુંબઈ સાર્વજનિક ગણેશોત્સવ સંકલન સમિતિએ રાજ્ય સરકાર પાસે જાહેર ગણેશોત્સવ મંડળોને અનુદાન આપવાની માંગ કરી છે. સરકારે ભજની મંડળો માટે મૂડી અનુદાન યોજના દ્વારા રાજ્યના ૧,૮૦૦ ભજની મંડળોને દરેકને ૨૫૦૦૦૦ રૃપિયાનું અનુદાન આપવાની જાહેરાત કરી છે. તેથી, સરકારે જાહેર ગણેશોત્સવ મંડળો, જે ગણેશોત્સવનો મુખ્ય ભાગ છે, તેનો પણ વિચાર કરવો જોઈએ, એમ સંકલન સમિતિના અધ્યક્ષ એડવોકેટ નરેશ દહીબાવકરે જણાવ્યું હતું.









