Get The App

અરમાન કોહલી ગર્લફ્રેન્ડને માર્યા બાદ હવે તેેની સાથે લગ્ન કરવા તૈયાર થયો

- લિવ ઈન પાર્ટનર નીરુ રંધવાએ જણાવ્યા મુજબ અભિનેતા તેને મેસેજ કર્યા કરે છે, પણ હવે બહુ થયું

Updated: Jun 6th, 2018

GS TEAM

Google News
Google News

મુંબઈ,તા.૫ જૂન 2018, મંગળવાર

અભિનેતા અરમાન કોહલી સામે તેેની ગર્લફ્રેન્ડની મારપીટ કરવાનો કેસનોંધાયો છેે. ગર્લફ્રેન્ડ નીરુ રંધવાએ જણાવ્યા મુજબ અરમાને પોતે સુધરી જશે એમ જણાવીને ફરી સાથે રહેવા આજીજી કરી હતી. એક અંગ્રેજી અખબાર સાથે કરેલી વાતચીતમાં નીરુએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બરમાં જ મેં તેની સાથે બ્રેક અપ કરવાનો પ્રયાસ કર્યો હતો.

સાંતાક્રુઝ પોલીસે રવિવારે રાત્રે અભિનેતા-અરમાન કોહલી સામે નીરુની મારપીટ કરવા બદલ કેસ નોંધાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ બંને વચ્ચે કોઈક વાતે દલીલો ઉગ્ર બન્યા બાદ ૪૬ વર્ષના અરમાને તેની સ્ત્રીમિત્ર મોડેલની મારપીટ કરી હતી. ઘાતકી હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડવાની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

નીરુએ જણાવ્યા મુજબ અરમાને અગાઉ પણ તેના પર હિંસાનો પ્રયોગ કર્યો હતો. 'ફેબુ્રઆરીમાં પણ તેણે મારું નાક ભાંગી નાખ્યું હતું. આ સંબંધ મારી મોટી ભુલ છે, મારા મિત્રો અને પરિવારે મનેે ચેેતવી હોવા છતાં પણ હું તેને અનેક વાર તક આપતી રહી છું. 

સપ્ટેમ્બરમાં હું સંબંધ તોડીને દુબઈ જતી રહી હતી. મને નોકરી પણ મળી હતી અને શાંતીથી રહેતીહતી. ત્રણ મહિના બાદ અરમાન મને ઘરે પાછી લેવા આવ્યો હતો. એ વખતે મેં આનાકાની કરતાં તે મારી સાથે રહેવા માટે ભીખ માગવા લાગ્યો હતો અને પોતે સુધરી જશે એવી ખાતરી આપી હતી. તેણે મને કહ્યું હતું કે મેં તેને સારી વ્યક્તિ બનાવ્યો છે અને માતા અને ભાઈ સારસંભાળ માટે તેને મારી જરૃર છે. આથી ફરી હું તેની સાથે રહેવા ગઈ હતી.'

હાલમાં બનેલી ઘટના વિશે અંધેરીની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી નીરુએ જણાવ્યુંહતું કે ગોવામાં અરમાનના બંગલોના બુકિંગને લઈને દલીલ થઈ હતી.

તે ઓચિંતો મને ગાળાગાળી કરવા લાગ્યો. વધુ કંઈ સમજાય એ પહેલાં તેણે મારા વાળ પકડીને જમીન પર માથું પછાડયું હતું. મેં તેને વિનંતી કરી કે મને હોસ્પિટલ જવા દે અને હું પોલીસમાં નહીં જાઉં એવી ખાતરી આપી હતી. ઘા એટલો ઊંડો હતો કે મારે સર્જરી કરાવવી પડી હતી. સર્જરી પછી પણ ઘાના નિશાન દેખાશે એમ ડોક્ટરે જણાવ્યું છે. રવિવારથી અરમાન મને મેસેજ કરી રહ્યો છે અને ઘરે આવવા કહી રહ્યો છે તે મને તરત જ લગ્ન કરવાનું પણ કહી રહ્યો છે પણ હવે બહુ થયું, એમ નીરુએ જણાવ્યું હતું.

બિગ બોસના સ્પર્ધક તરીકે અરમાન કોહલી સામે વિનયભંગના કેસમાં પોલીસ ફરિયાદ કરીને તેની ધરપકડ કરાવનારી સહસ્પર્ધક સોફિયા હયાતે એક અંગ્રેજી અખબારને જણાવ્યું હતું કે અરમાન પાસે મોટું પીઠબળ છે અને પૈસાના જોરે તે આ કેસમાંથી પણ છૂટી જશે.

બિગ બોસમાં પોતાની સાથે જે કંઈ થયું એ માટે શોના આયોજક કે હોસ્ટ સલમાન ખાને પણ તેની તરફેણ લીધી નહોવાનું સોફિયાએ જણાવ્યુંહતું.  કોહલીએ જે કર્યું છે એના માટે એ જેલ જવો જોઈએ. આપણે એક દાખલો બેસાડવો જોઈએ કે મહિલાઓ પર હાથ ઉપાડે તેને સીધા જેલભેગા કરવામાં આવે છે. આવા લોકોને સજા ન થાય તો અન્ય યુવાનો મહિલાઓને મારવાનું અને બળાત્કાર કરવાનું યોગ્ય હોવાનું સમજી બેસે છે.

Tags :