Mumbai

મુંબઈના બાર જોખમી પૂલો ઉપર ગણેશોત્સવમાં ભીડ નહીં કરવા અપીલ

By GS TEAM
24 Aug 20252 mins read
મુંબઈના બાર જોખમી પૂલો ઉપર ગણેશોત્સવમાં ભીડ નહીં કરવા અપીલ

 મધ્ય અને પશ્ચિમ રેલવે લાઇન પર આવેલા જોખમી પુલ સંબંધી નિર્દેશ 

ગણેશ મૂર્તિના આગમન-વિસર્જન દરમિયાન આ પુલો પરથી શોભાયાત્રા નહીં કાઢવા પાલિકાની સૂચના

મુંબઈ  -  મુંબઈમાં મધ્ય અને પશ્ચિમ રેલવે લાઇન પર આવેલા ૧૨ પુલ જોખમી છે. આમાંથી કેટલાક પુલ પર સમારકામનું કામ પણ ચાલી રહ્યું છે. તેથી, મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ગણેશોત્સવમાં  ગણેશ મૂતન આગમન-વિસર્જન દરમિયાન શોભાયાત્રા દરમિયાન આ પુલો પાર કરતી વખતે ભીડ ન કરવા કે નાચગાન અપીલ કરી છે.

  ૨૭ ઓગસ્ટથી ગણેશોત્સવ શરૃ થઈ રહ્યો છે. તે પહેલાં, મુંબઈમાં મોટા સાર્વજનિક ગણેશોત્સવ મંડળોએ ગણપતિ મૂતનો આગમન સમારોહ કર્યો છે. મંડપ, સજાવટ વગેરેના નિર્માણને કારણે, કેટલાક ગણેશોત્સવ મંડળો ૧૫ દિવસ અગાઉ મૂત લાવે છે. જ્યારે કેટલાક ગણેશોત્સવ મંડળો હજુ પણ આવવાની રાહ જોઈ રહ્યા છે.

  ખતરનાક પુલોમાં મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના પુલનો સમાવેશ થાય છે. એક સમયે પુલ પર વધુ પડતું વજન ન થાય તેની કાળજી લેવી જોઈએ. પુલો પર લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને નાચગાન  કરવા નહીં જોઈએ.શ્રદ્ધાળુઓને એક સમયે વધુ ભીડ કર્યા વિના પુલ પરથી આગળ વધવાની પણ અપીલ કરવામાં આવી છે.

જોખમી પુલોની યાદી

આ બાર જોખમી પુલમાં  ઘાટકોપર રેલ્વે બ્રિજ, કરી રોડ રેલ્વે બ્રિજ, ચિંચપોકલી રેલ્વે બ્રિજ, ભાયખલા રેલ્વે બ્રિજ, સેન્ડહર્સ્ટ રોડ રેલ્વે બ્રિજ, મરીન લાઇન્સ રેલ્વે બ્રિજ, ગ્રાન્ટ રોડ રોડ પાસે ફ્રેન્ચ બ્રિજ, ગ્રાન્ટ રોડ અને ચર્ની રોડ વચ્ચે કેનેડી રેલ્વે બ્રિજ, મુંબઈ સેન્ટ્રલ અને ગ્રાન્ટ રોડ વચ્ચે ફોકલેન્ડ રેલ્વે બ્રિજ, મહાલક્ષ્મી રેલ્વે ફ્લાયઓવર, પ્રભાદેવી-કેરોલ રેલ્વે બ્રિજ અને દાદરમાં લોકમાન્ય તિલક રેલ્વે બ્રિજનો સમાવેશ થાય છે.