Get The App

65 કરોડના મીઠી કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ

Updated: Aug 22nd, 2025

GS TEAM

Google News
Google News
65 કરોડના મીઠી કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ 1 - image


મૃત વ્યક્તિની સહી કરી બીએમસી સાથે એમઓયુ કર્યું હતું

મીઠી કેસમાં ત્રીજી ધરપકડ ઃ કાંપનું વહન કરવા માટે ડમ્પરોની બોગસ યાદી સહિતના નકલી દસ્તાવેજો બનાવ્યા હતા 

મુંબઈ -  મીઠી નદીનો કાંપ કાઢવાના ૬૫ કરોડ રૃપિયાના કૌભાંડમાં નકલી એમઓયુ અને બોગસ બિલો દ્વારા રૃા. ૨૬.૯૨ કરોડ મેળવવાના આરોપસર એક ૫૦ વર્ષીય કોન્ટ્રાક્ટર  શેરસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી.  રાઠોડ દ્વારા રજૂ કરાયેલ એક એમઓયુમાં એક મૃત વ્યક્તિની પણ સહી હતી. કથિત ગેરરીતિઓમાં રાઠોડની ભૂમિકા સામે આવ્યા બાદ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ બુધવારે રાઠોડને કસ્ટડીમાં લીધો હતો.

 આ કથિત કૌભાંડમાં આ ત્રીજી ધરપકડ છે. અગાઉ આર્થિક ગુના શાખાએ આ કેસના સંદર્ભમાં કેતન કદમ અને જય જોશીની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે રાઠોડે ૨૦૨૧-૨૨માં મીઠી નદીમાંથી કાંપ કાઢવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો.

રાઠોડે કાંપનો નિકાલ કરવા માટે જમીન માલિકો સાથે સમજૂતીપત્ર (એમઓયુ) બનાવ્યો હતો. જોકે દસ્તાવેજો નકલી હોવાનું જાણવા મળ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાઠોડે મૃત વ્યક્તિને મકાનમાલિક તરીકે દર્શાવવા માટે નકલી સહીઓ પણ કરી હોવાનો આરોપ છે. આ ઉપરાંત તેણે મેટપ્રોપ કંપનીના સ્લિટ પુશર મશીનો અને બહુહેતુક  પોન્ટુન મશીનો ભાડે લેવા માટે મધ્યસ્થી એવા કદમ સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા અને કોન્ટ્રાક્ટ મેળવવા માટે બીએમસીને દસ્તાવેજ સુપરત કર્યા હતા.

રાઠોડ બીએમસીને ડમ્પરોની યાદી પણ સુપરત કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ વાહનોનો ઉપયોગ મીઠીથી કાંપ વહન કરવા માટે થયો હતો. જોકે તેમણે વિવિધ સ્થળોથી કાટમાળ એકઠો કર્યો અને તેનું પરિવહન કર્યું હતું. આ સામગ્રીને તેણે મીઠી નદીના કાંપ તરીકે દર્શાવી હતી તેવું કેસની તપાસ કરનાર અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ આગળ જણાવ્યું હતું કે કાંપ દૂર ન કરવા છતાં આરોપીઓએ નકલી બિલ રજૂ કર્યા અને છેતરપિંડી દ્વારા પાલિકા પાસેથી રૃ. ૨૯.૬૨ કરોડ મેળવ્યા હતા. આ અગાઉ પાલિકાએ મીઠી ડિસિલ્ટિંગ મામલે બોલીવૂડના અભિનેતા ડીનો મોરિયા અને તેના ભાઈની પણ પૂછપરછ કરી હતી.

મુંબઈ પોલીસે મે મહિનામાં ૧૩ લોકો સામે કેસ નોંધ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટર અને પાલિકાના અધિકારીઓનો પણ સમાવેશ થતો હતો. ૨૦૧૭ખી ૨૦૨૩ દરમિયાન મીઠી નદીનો કાંપ કાઢવાના ટેન્કરમાં રૃ. ૬૫.૫૪ કરોડના કૌભાંડનો આરોપ છે. મીઠી નદી મુંબઈમાંથી વહે છે અને શહેર માટે વરસાદી પાણીના  ડ્રેનેજ ચેનલ તરીકે કામ કરે છે.


Tags :