Mumbai

અનિતે અહાન સાથે બર્થ ડે મનાવ્યોઃ રોમાન્ટિક પોઝ આપ્યા

By GS TEAM
14 Oct 20251 min read
અનિતે અહાન સાથે બર્થ ડે મનાવ્યોઃ રોમાન્ટિક પોઝ આપ્યા

બંને વચ્ચે ડેટિંગનેે વધુ એક મહોર

બંનેએ સાથે કોન્સર્ટની મોજ માણીઃ જોકે, રિલેશનશિપ વિશે કશું ઓફિશિયલ નહિ

મુંબઇ -  'સૈયારા'ની જોડી અનિત પડ્ડા અને અહાન પાંડે રિયલ લાઈફમાં પણ ડેટિંગ કરી રહ્યાં હોવાની ચર્ચા છે. અનિતે આ વખતે પોતાનો જન્મદિન પણ અહાન સાથે મનાવ્યો હતો અને રોમાન્ટિક પોઝમાં તસવીરો ખેંચાવી હતી. બંનેએ સાથે સાથે એક કોન્સર્ટની મોજ પણ માણી હતી. 

અનિત અને અહાનની આ તસવીરો પરથી તેમની રિલેશનશિપની  ચર્ચાને વધુ બળ મળ્યું છે. જોકે, બંને આ વિશે કશું ઓફિશિયલ કહેવા તૈયાર નથી. 

અગાઉના અહેવાલો અનુસાર 'સૈયારા'નાં શૂટિંગ વખતે જ બંનેનો રોમાન્સ શરુ થયો હતો. જોકે, ફિલ્મ પ્રોડયૂસરે તેમને તેમના રોમાન્સની વાત ખાનગી  રાખવા  કહ્યું હતું.