For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ એન્ફોર્સમેન્ટ વિભાગ સમક્ષ પૂછપરછ માટે પાંચમી વાર હાજર રહ્યા નહી

Updated: Aug 18th, 2021

Article Content Image

ઇડીની ઓફિસમાં દેશમુખના વકીલ અરજી લઇને આવ્યા હતા : દેશમુખની  સામે લૂક આઉટ નોટીસ બહાર પાડવામાં આવે એવી શકયતા

મુંબઇ : મહારાષ્ટ્રના માજી  ગૃહપ્રધાન એન્ફોર્સમેન્ટ વિભાગે પૂછપરછ માટે સમન્સ મોકલ્યા છતાં આજે હાજર રહ્યા નહોતા. ઇડીએ પાંચમી વખત દેશમુખને સમન્સ આપ્યા હતા.

બીજીતરફ ઇડીને ઓફિસમાં અરજી લઇને આવેલા વકીલે પૂછપરછ માટે દેશમુખના હાજર ન રહેવા બદલ માહિતી આપી હતી. મની લોન્ડરિંગ કેસમાં ઇડી દ્વારા દેશમુખની ધરપકડની શકયતા છે.

આર્થિક ગેરવ્યવહારના પ્રકરણમાં દેશમુખની સામે ઇડી અને સીબીઆઇ તપાસ હાથધરી છે. આ મામલામાં અગાઉ ચાર વખત ઇડીએ દેશમુખને સમન્સ આપ્યા હતા. પણ દેશમુખ, તેમની પત્ની, પુત્ર હાજર થયા નહોતા. તેમને ઇડી દ્વારા ફરી સમન્સ મોકલી આજે બોલાવવામાં આવ્યા હતા. આમ છતાં આજે પણ દેશમુખ ઇડીની ઓફિસમાં હાજર થયા નહોતા પણ દેશમુખના વકીલ ઇંદરપાલ સિંહ અરજી દાખલ કરવા ઇડીની ઓફિસમાં આવ્યા હતા. દરમિયાન વકીલે જણાવ્યું હતું કે અમે ઇડીને થો ડા સમય  માટે રાહ  જોવાનુ કહ્યું છે.

આ મામલે સુપ્રીમ કોર્ટમાં અમે અરજી કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદો આવે ત્યાં સુધી કાર્યવાહી રોકવામાં આવે. અમારી ભૂમિકા બાબતે ઇડીને પત્ર આપ્યો છે.  અમે તપાસમાં પૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પૂછપરછ માટે જરૃરી હાજર રહીશુ.

બીજીતરફ સુપ્રીમ કોર્ટે આજે દેશમુખને કોઇ રાહત આપી નહોતી. મુંબઇ હાઇકોર્ટના આદેશની સામે દેશમુખે કરેલી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આમા હવે દેશમુખની ગમે તે સમયે ધરપકડ થશે એવી ચર્ચા થઇ રહી છે.

મુંબઇના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહ દ્વારા દેશમુખ પર દરમહિને ૧૦૦ કરોડ રૃપિયાની ખંડણી વસૂલ કરવાનો આરોપ કરાતા ચકચાર જાગી હતી. પછી દેશમુખ ગૃહપ્રધાન પદ ગુમાવવુ પડયુ હતુ ઇડીએ તેમની ઘર, ઓફિસ, કોલેજમાં છાપો માર્યો હતો.. આ સિવાય સાડાચાર કરોડ રૃપિયાની કિંમતની સંપતી જપ્ત કરવામાં આવી હતી. પરમબીર સિંહ પદ પણ ભ્રષ્ટાચારના આરોપની તપાસ થઇ રહી છે.

ભ્રષ્ટ્રાચારના આરોપ બદલ વારંવાર સમન્સ મોકલવા છતા ઇડીની ઓફિસમાં પૂછપરછ માટે હાજર ન થતા હવે અનિલ દેશમુખ સામે લૂટ આઉટ નોટીસ બહાર પાડવાની તૈયારી થઇ રહી હોવાનું કહેવાય છે. આમ હવે આ મામલામાં દેશમુખની મુશ્કેલી સતત વધી રહી છે.


Gujarat