અનીત પડ્ડા અને અહાન પાંડે શોપિંગ કરવા સાથે નીકળ્યાં
પીઆરનાં ચક્કર કે ડેટિંગ સહિતની અટકળો
બંને મુંબઈના એક મોલમાં મોઢે માસ્ક પહેરી સાથે લટાર મારતાં જોવા મળ્યાં
મુંબઈ - નવી નવી સફળતાનો સ્વાદ ચાખી રહેલાં અનીત પડ્ડા અને અહાન પાંડે શોપિંગ કરવા સાથે નીકળ્યાં હતાં. મુંબઈના એક હાઈ એન્ડ મોલમાં બંને સાથે લટાર મારતાં દેખાયાં હતાં. બંનેએ તેમનો ચહેરો છૂપાવવા માટે માસ્ક પહેરી રાખ્યો હતો.
જોકે, તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. ચાહકોએ તે અંગે જાતભાતની કોમેન્ટ કરી હતી. કેટલાક લોકોે કોમેન્ટ કરી હતી કે 'સૈયારા'ના સર્જકો હજુ પણ ફિલ્મનો પ્રચાર ચાલુ રાખવાના મૂડમાં હોય તેમ લાગે છે. બાકી આ કલાકારો કોઈ મોલમાં પહોંચે અને પછી પાપારાઝીને તેમનો વિડીયો પણ મળે તેવું કેવી રીતે શક્ય બને. કેટલાકે અટકળ વ્યક્ત કરી હતી કે બંને ડેટિંગ કરી રહ્યાં હોય તેવી શક્યતા છે.
દરમિયાન કેટલાક ચાહકોએ બંનેની જોડી ફરી કોઈ નવી ફિલ્મમાં જોવા મળે તેવી આશા વ્યક્ત કરી હતી.