Get The App

આનંદ પટેલના પરિવારે પોલીસને એક કલાક સુધી અટકાવી રાખી

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
આનંદ પટેલના પરિવારે પોલીસને એક કલાક સુધી અટકાવી રાખી 1 - image

ડ્રગ ડીલર આનંદની ધરપકડ વખતે કલ્યાણમાં મોડી રાતે હાઈ ડ્રામા 

આનંદના પિતા લખન પટેલ પણ કુખ્યાત રેશન માફિયા, મકોકા ઉપરાંત અનેક કેસો દાખલ થઈ ચૂક્યા છે

મુંબઈ -      કોન્સર્ટમાં ડ્રગ સપ્લાય કરનારા આનંદ પટેલની કલ્યાણમાંથી નાટયાત્મક ઢબે ધરપકડ કરાઈ હતી.  આનંદ પટેલના પરિવારે પોલીસને એક કલાક માટે અટકાવી રાખી હતી. આનંદ પટેલના પિતા લખન પટેલ રેશન માફિયા તરીકે કુખ્યાત હોવાનું કહેવાય છે. જ્યારે આનંદ પટેલ પોતાને બિલ્ડર તરીકે ઓળખાવતો હોવાનું કહેવાય છે. 

આનંદ પટેલ કલ્યાણમાં હોવાની  માહિતી મળતાં પોલીસ ત્યાં પહોંચી હતી. કલ્યાણના ખડકપાલા પોલીસ સ્ટેશનના કાફલાને સાથે રાખીને મધરાતે ટીમ  કલ્યાણના હાઈ પ્રોફાઈલ બિલ્ડિંગ મોહન હાઈટ્સ ખાતે પહોંચી હતી. 

આનંદ પટેલના પિતા લખન પટેલે પોલીસને અટકાવી હતી. લખન પટેલે પોલીસને કહ્યુું હતું કે આનંદ અત્યારે કલ્યાણમાં નથી.પોલીસ લખન પટેલના વાંધાઓને અવગણીને આઠમા માળે આવેલા ફલેટ પર પહોંચી હતી. પરંતુ,  આનંદ પટેલના પરિવારજનોએ ફલેટનો દરવાજો ખોલવાની સાફ ના પાડી દીધી હતી. છેવટે પોલીસે ધમકી આપી હતી કે તમે જ્યાં સુધી દરવાજો નહિ  ખોલો ત્યાં સુધી ટીમ આ બિલ્ડિંગ તો ઠીક પરંતુ આ ફલોર  પરથી  પણ ખસવાની  નથી. છેવટે લખન પટેલે ફલેટનો દરવાજો ખોલ્યો હતો. 

હજુ બે દિવસ પહેલાં જ આનંદનો જન્મદિવસ હોવાથી તેના ઘરે અનેક પરિવારજનો પણ એકઠાં થયાં હતાં. તે બધાની  વચ્ચેથી પોલીસે આનંદની ધરપકડ કરી મુંબઈ પોલીસને તેનો કબજો સોંપ્યો હતો. 

લખન પટેલ સામે રેશનિંગ અનાજના કાળાબજાર અને સંગઠિત ગુના બદલ મકોકા  હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.આમ પિતા-પુત્ર વચ્ચેના આ ગુનાહિત જોડાણથી કલ્યાણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.લખન પટેલ પર ગોદામમાંથી સરકારી અનાજ ચોરીને ખુલ્લા બજારમાં ³ચા ભાવે વેચવાના મોટા રેકેટમાં સામેલ હોવાનો  આરોપ છે.આ સંગઠિત ગુનાને કારણે થાણે પોલીસે તેની સામે મકોકા હેઠળ કાર્યવાહી કરી હતી. એટલું જ નહીં તેની સામે એમપીડીએ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને સતત ગુનાઓ કરવા બદલ તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેના ગોદામો પર દરોડા પડી ચૂક્યા છે. 

લખન પટેલ સામે રેશનિંગના અનાજનો ગેરકાયદે સંગ્રહ , પુરવઠા અધિકારીઓને ધાકધમકી, છેતરપિિંડી સહિતના ગુના કોલસેવાડી, બજારપેઠ તથા ખડકપાડા પોલીસ મથકે નોંધાયેલા છે. 

ત્રણ વિદ્યાર્થી આરોપીઓએ એમડીએમએ પ્રકારની નશીલી ગોળીઓ અન્ય વિદ્યાર્થીઓને પૂરી પાડી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આ ગોળીઓ મુંબઈ બહારથી સાતેક ગોળી લાવવામાં આવી હતી અને પાર્ટી દરમિયાન મિત્રો વચ્ચે વહેંચવામાં આવી હતી. પોલીસના અનુમાન મુજબ, કેટલાક પીડિતોએ અગાઉથી જ ગોળીનું સેવન કર્યું હોવાથી ઓવરડોઝથી ગંભીર હાલત થઈ હતી.રાત્રે આશરે ૯. ૩૦ વાગ્યે એક વિદ્યાર્થી જૂથ કાર્યક્રમમાં જોડાયું હતું અને ત્યારબાદ નશીલા પદાર્થોના સેવનની શરૃઆત થઈ હોવાનું અનુમાન છે. બચી ગયેલી યુવતીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે તેને ગોળી આપવામાં આવી હતી, ત્યારબાદની ઘટના અંગે તેને સ્પષ્ટ નથી.

  ડ્રગ સપ્લાયની ચેઈન શોધવા પોલીસના પ્રયાસ

પોલીસ હવે આ કેસમાં ડ્રગ્સ સપ્લાય ચેઇન, ઇવેન્ટ મેનેજમેન્ટની જવાબદારી અને સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ અંગે વિગતવાર તપાસ કરી રહી છે. ે  મુંબઈ પોલીસના ઝોન ૧૨ના ડીસીપી મહેશ ચિમટેએ જણાવ્યું કે, ૧૧ એપ્રિલે ગોરેગાંવના નેસ્કો સેન્ટરના હોલ નંબર પાંચમાં ટેક્નો મ્યુઝિક કોન્સર્ટ યોજાયું હતું, જેમાં ઇટાલિયન બેન્ડ '૯૯૯૯૯૯૯૯૯દનું પરફોર્મન્સ હતું. આ ઘટનામાં ડ્રગ્સના ઓવરડોઝને કારણે બે લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અમે અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બે આયોજકોનો પણ સમાવેશ છે. આ સમગ્ર મામલે તપાસ ચાલુ છે, વનરાઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એફઆઈઆરમાં ભારતીય ન્યાય સહિંતાની કલમ ૧૦૫, ૧૨૫, અને ૧૨૫ (બી), ૨૨૩ (બી), ૩ (૫), મહારાષ્ટ્ર દારુબંધી અધિનિયમ ૧૯૪૯ ની કલમ ૬૫, નશીલા પદાર્થ ૧૯૮૫ની કલમ ૮(સી), ૨૨, ૨૯ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.