Mumbai

મુંબઇમાં દરરોજ સરેરાશ 794 વાહનોની નોંધણી

By GS TEAM
17 Jul 20251 min read
મુંબઇમાં દરરોજ સરેરાશ 794 વાહનોની નોંધણી

નવા ફલાયઓવર બને છે પણ વાહનો વધતાં જ જાય છે

વિધાન પરિષદમાં સરકારનો દાવો ઃ મેટ્રો નેટવર્ક વિસ્તારાતાં ટ્રાફિક સમસ્યા હળવી થશે

મુંબઇ -  મુંબઇ સહિતના મોટા શહેરમાં સતત વધતા જતા વાહનોને કારણે નવા નવા બ્રિજ અને ફ્લાયઓવર બાંધવામાં આવતા હોવા છતાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યાનો ઉકેલ નથી આવતો. મુંબઇમાં દરરોજ  સરેરાશ ૭૯૪ નવા વેહિકલ્સની નોંધણી  થાય છે.

મુંબઇ, પુણે, નાગપુરમાં વાહનોના ભરા વાની સમસ્યા ઉકેલવાના પ્રયાસ રૃપે મેટ્રો રેલના નેટવર્કને  વિસ્તારવામાં આવી રહ્યું છે એમ ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતે મંગળવારે વિધાન પરિષદમાં જણાવ્યું હતું.

ટ્રાફિકનું નિયંત્રણ કરવા માટેની કામગીરી ટ્રાફિક  પોલીસ અને પરિવહન વિભાગ સંયુક્ત રીતે કામગીરી બજાવે છે. જેને લીધે ઘણીવાર સ્થિતિ સુધારવાને બદલે વધુ ગુંચવાય છે. એટલે જ ટ્રાફિક થવાની સમસ્યાના ઉકેલ માટે ગૃહ ખાતાના એડિશનલ સેક્રેટરીના વડપણ હેઠળ એક સમિતિની નિમણૂંક કરવામાં આવી છે એમ તેમણે જણાવ્યું હતું.