આફતાબે સિગારેટના ડામ આપ્યા છતા શ્રદ્ધાએ તેને એક તક આપી
- શ્રદ્ધાના મિત્રએ માહિતી આપી
- તે ખૂબ ડરી ગઇ હતી અને ડિપ્રેશનમાં હોય એવું લાગી રહ્યું હતું
મુંબઇ: શ્રદ્ધા વાલકર હત્યાકાંડમાં દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે. અગાઉ આફતાબે શ્રદ્ધાને સિગારેટના ચટકા આપ્યા હતા. તે ખૂબ ડરી ગઇ હતી અને ડિપ્રેશનમાં હોય એવું લાગી રહ્યું હતું, એવી માહિતી શ્રદ્ધાના નજીકના મિત્ર રોહન રોયે એક ન્યૂઝ ચેલનલે આપી હતી.
તે 23 નવેમ્બર 2020ના શ્રદ્ધાને મળ્યો હતો. તે સમયે શ્રદ્ધાના ચહેરા, ગરદન, કમર પર ઉઝરડા હતા. આથી રોહન અને મિત્ર ગોડવિન તેને પોલીસ સ્ટેશનમાં લઇ ગયા હતા. ત્યાં તેમણે આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બંને શ્રદ્ધાને તેના ઘરે છોડીને પોતાના ઘરે ગયા હતા.
આ પહેલા આફતાબે શ્રદ્ધાને બેથી ત્રણ વાર માર માર્યો હતો. આથી તે ખૂબ ડરી ગઇ હતી. તે પહેલાની જેમ ખુલીને વાત પણ કરી શકતી નહોતી. વર્ષ 2021માં છેલ્લે શ્રદ્ધાને જોઇ હતી, એમ રોહનરેએ જણાવ્યું હતું.
શ્રદ્ધાના અન્ય મિત્ર રજત શુકલાએ જણાવ્યું હતું કે તે અને શ્રદ્ધા એકસાથે કોલેજમાં જતા હતા. વર્ષ 2019માં છેલ્લે શ્રદ્ધા સાથે વાત થઇ હતી. ત્યારે મને લાગ્યું કે તે મને ટાળી રહી છે. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે આફતાબે શ્રદ્ધાને તેના તમામ મિત્રો સાથે વાત કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આફતાબે તેને સ્કૂલ, કોલેજના મિત્રો તેમજ પરિવારથી દૂર કરી દીધી હતી. તે સમયે અમને લાગ્યું કે તે આફતાબને સંભાળવા સક્ષમ છે.
શ્રદ્ધાએ તેની નજીક બહેન પણીને કહ્યું હતું કે આફતાબે તેને સિગારેટના ચટકા આપ્યા હતા. તેની બહેન પણી અમારી પણ ક્લોઝ ફ્રેન્ડ હતી. આ ઘટના બાદ શ્રદ્ધાના અમૂક મિત્રો આફતાબના ઘરે ગયા હતા અને તેને ધમકી આપી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાનું પણ કહ્યું હતું. પરંતુ શ્રદ્ધાએ તેમને આફતાબને વધુ એક તક આપવા સમજાવ્યા હતા.