Get The App

350 થી વધુ સેલ્ફ ફાઈનાન્સ્ડ શાળાઓ દ્વારા પીએફની ઉચાપતનો આરોપ

Updated: May 13th, 2026

GS TEAM

Google News
Google News
350 થી વધુ સેલ્ફ ફાઈનાન્સ્ડ શાળાઓ  દ્વારા પીએફની ઉચાપતનો આરોપ 1 - image

20 હજારથી વધુ શિક્ષકોને અંધારામાં રખાયા 

પગારમાંથી પૈસા કપાયા પણ  પીએફમાં જમા ન કરાવાયાઃ પહેલી જૂનથી રાજ્યવ્યાપી આંદોલનની શિક્ષક સંગઠનની ચિમકી

મુંબઈ -  મુંબઈ અને ઉપનગરોની ૩૫૦થી વધુ સેલ્ફ-ફાઇનાન્સ શાળાઓમાં હજારો શિક્ષકો અને શિક્ષકેતર કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ (પીએફ)માં મોટો ગેરવહીવટ થયાનો ગંભીર આરોપ 'મુંબઈ શહેર શિક્ષક વિકાસ મંડળ' દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્રકરણને કારણે આશરે ૨૦ હજાર શિક્ષકો અને કર્મચારીઓના આર્થિક ભવિષ્ય પર સંકટ ઊભું થયું હોવાનું જણાવાયું છે. સંબંધિત શાળાઓ કર્મચારીઓના પગારમાંથી પીએફની રકમ કાપતી હતી, પરંતુ તે રકમ કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં જમા કરવામાં આવતી નહોતી. આ સંદર્ભે પહેલી જૂન ૨૦૨૬થી રાજ્યવ્યાપી આંદોલનની પણ ચિમકી અપાઈ છે.

મંડળના જણાવ્યાનુસાર, અનેક શાળાઓએ વર્ષો સુધી કર્મચારીઓની પીએફ રકમ બાકી રાખી હતી અને કેટલીક જગ્યાએ ખોટા દસ્તાવેજો તથા ગેરમાર્ગે દોરતી માહિતી દ્વારા આ ગેરરીતિ છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે નિવૃત્તિની નજીક પહોંચેલા અનેક શિક્ષકોને તેમની પીએફ રકમ મળશે કે નહીં તે અંગે ગંભીર ચિંતા ઉભી થઈ છે. આ સમગ્ર મામલામાં મોટા આથક કૌભાંડની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પીએફ એક્ટ ૧૯૫૨ મુજબ, જે સંસ્થામાં ૨૦ કે તેથી વધુ કર્મચારી  હોય  ત્યાં  પીએફ કાયદો લાગુ થાય છે. તેમાં કર્મચારીનો ૧૨ ટકા હિસ્સો અને મેનેજમેન્ટનો ૧૨ ટકા હિસ્સો મળી કુલ ૨૪ ટકા રક્કમ જમા થવી જરુરી છે. અનેક મેનેજમેન્ટ પોતાના ૧૨ ટકા બચાવવા માટે  ગેરરીતી આચરતાં હોવાના આરોપો થયા છે. 

આ ગંભીર પ્રકરણની સઘન તપાસ કરવાની માંગ શિક્ષક સંગઠનો દ્વારા કરવામાં આવી છે તેમજ સંબંધિત શાળાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ ઉઠાવવામાં આવી છે. પીએફ કપાતની કુલ રકમ કેટલી છે, કેટલી શાળાઓ તેમાં સંડોવાયેલી છે અને કેટલા કર્મચારીઓ અસરગ્રસ્ત થયા છે તે અંગે માહિતી એકત્રિત કરવાની પ્રક્રિયા શરૃ હોવાનું જણાવાયું છે.

મુંબઈ શહેર શિક્ષક વિકાસ મંડળે આ મામલાને માત્ર આથક ગેરવહીવટ નહીં પરંતુ શિક્ષકોના હક્ક પર થયેલો મોટો અન્યાય ગણાવ્યો છે. અનેક શિક્ષકોેએ પોતાની આખી કારકિર્દીની બચત માટે પીએફ પર નિર્ભરતા રાખી હતી, પરંતુ હવે તેમનું ભવિષ્ય અનિશ્ચિત બન્યું છે. સમગ્ર પ્રકરણની ઝીણવટભેર તપાસ કરીને જવાબદાર લોકો સામે ફોજદારી ગુનાઓ નોંધવાની માંગ પણ કરવામાં આવી છે.