માતા બનનારી પરિણિતીને આલિયાએ ખાસ ગિફ્ટ મોકલી

પરિણિતીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી
આલિયા પોતાની ચાઈલ્ડ કેર બ્રાન્ડનું હેમ્પર અન્ય સેલેબ્સને પણ મોકલી ચૂકી છે
મુંબઈ - આલિયા ભટ્ટે હાલ પ્રેગનન્ટ પરિણિતી ચોપરાને એક ગિફ્ટ હેમ્પર મોકલ્યું છે. આલિયા નવજાત શિશુઓ માટેનાં વસ્ત્રો સહિતની ચીજોની એક બ્રાન્ડ ધરાવે છે. તે આ પહેલાં પણ બોલીવૂડ તથા સાઉથના અનેક સેલિબ્રિટીને ત્યાં પારણું બંધાયું હોય ત્યારે આ હેમ્પર મોકલી ચૂકી છે.
પરિણિતીએ આ હેમ્પર માટે આલિયાનો આભાર માનતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી.
પરિણિતીએ ઓગસ્ટ મહિના એક સોશયલ મીડિયા દ્વારા તે અને રાઘવ પેરન્ટસ બનવાના હોવાના સમાચાર ચાહકો સાથે શેર કર્યા હતા.