આલિયા ભટ્ટ ફરી પ્રેગનન્ટ હોવાની ચર્ચા સોશ્યલ મિડિયા પર જોરમાં
કાન ફિલ્મોત્સવમાં આલિયા ભટ્ટની એન્ટ્રી પડતાં જ તેના લુકની ચર્ચા
એક પોડકાસ્ટ અનુસાર આલિયાએ તેના બીજા બાળકનું નામ છોકરો હોય તો વિચારી રાખ્યું છેજ
મુંબઇ - રણબીર કપૂરને પરણેલી આલિયા ભટ્ટ ૨૦૨૨માં રાહાની માતા બની હતી. હવે ફરી એકવાર આલિયા પ્રેગનન્ટ હોવાની ચર્ચાએ સોશિયલ મિડિયા પર જોર પકડયુ છે. કાન ફિલ્મોત્સવમાં આલિયાએ શુક્રવારે એન્ટ્રી મારી ત્યારથી તેના લુકની ચર્ચાએ સોશિયલ મિડિયા પર જોર પકડયુ છે. અનેક સાઇટ્સ પરની વિવિધ પોસ્ટ જોઇ તેના ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે આલિયા બીજીવાર ગર્ભવતી બની હોય તેમ જણાય છે.
તેના ચાહકોમાંથી એક જણે જણાવ્યું હતું કે અમુક ચોક્કસ એન્ગલથી તે ગર્ભવતી જણાય છે. બીજાએ એમ જણાવ્યું છે કે મને લાગે છે કે તે ગર્ભવતી છે. તો ત્રીજાએ ઉમેર્યું છે કે મેં તેનો ફર્સ્ટ લુક જોયો અને મને તરત જ લાગ્યું કે તે ગર્ભવતી છે. અન્ય એક ચાહકે જણાવ્યુ છે કે તે જે રીતે ચમકી રહી છે તે દર્શાવે છે કે તે ગર્ભવતી છે.
અગાઉ આલિયા અને રણબીર બંને બીજા બાળકના માતાપિતા બનવાની ઇચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. તાજેતરમાં આલિયાએ એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે તેણે રાહા નામ કેવી રીતે પાડયું. તેેણે એમ પણ જણાવેલું કે તેણે છોકરાંનું નામ પણ પાડી રાખ્યું છે. બીજું બાળક છોકરો હોય એમ પણ બને. રણબીર કપૂરે પણ તેનું નવું ટેટુ તેના બાળકોના નામ હોઇ શકે તેવો સંકેત આપ્યો હતો. ખેર, થોડા સમયમાં જે હશે તે વાજતેગાજતે સામે આવશે.