Get The App

આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાને નેશનલ જિયોગ્રાફિક ૩૩-૨૦૨૬માં સ્થાન

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાને નેશનલ જિયોગ્રાફિક ૩૩-૨૦૨૬માં  સ્થાન 1 - image

સમાજમાં મહત્વપૂર્ણ બદલાવ લાવવાના યોગદાન બદલ સમ્માન

મુંબઇ -  નેશનલ જિયોગ્રાફિકે સમાજમાં મહત્વપૂર્ણ બદલાવ અને આજના સમયની ગંભીર સમસ્યાઓનો સામનો કરીને નવા ઉકેલ આપનારાઓની યાદી જાહેર કરી છે. ૩૩ વ્યક્તિઓના નામ ધરાવતી આ યાદીમાં આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરાને પણ સ્થાન મળ્યું છે. 

આલિયા ભટ્ટને પર્યાવરણ અને ક્લાઇમેટ વિશે જાગૃતિ ફેલાવવા બદલ સમ્માનિત કરવામાં આવી છે. તેણે પોતાની પ્રોડકશન કંપની ઇટર્નલ સનશાઇન દ્વારા પર્યાવરણ આધારિત પ્રોજેક્ટસને  પ્રોત્સાહન આપ્યું છે. તેની કંપની  ફેશન રીસેલદ્વારા પર્યાવરણને મદદ કરે છે.  અને ચેરિટી  માટે  ફન્ડ એકત્રિત કરે છે. સાથે તેનું કો-એક્જિશ્ટ પ્લેટફોર્મ એનિમલ રાઇટસ માટે કામ કરતી સંસ્થાઓને સપોર્ટ કરે છે. 

પ્રિયંકા ચોપરાને ડાયાબિટીસ વિશે જાગૃતિ ફેલાવવા માટે  આ યાદીમા ંસ્થાન મળ્યું છે.  તે ભારતમાં  ટાઇપ વન ડાયાબિટીસ વિશે પણ લોકોને જાગૃત કરીને માહિતી આપે છે.