અક્ષય કુમારે 600થી વધુ સ્ટન્ટમેનનો વીમો ઉતરાવ્યો
2016 થી અક્ષય કુમાર ખાસ સ્કિમ ચલાવે છે ૨૦૧૬
દર વર્ષે એક કરોડ રુપિયા ખર્ચે છે, તમિલ સ્ટન્ટમેનના નિધન બાદ આ વાત ફરી પ્રકાશમાં આવી
મુંબઈ - એક તમિલ ફિલ્મનાં શૂટિંગમાં કાર સ્ટન્ટ કરવા જતાં એક સ્ટન્ટમેનના મોત બાદ બોલીવૂડના એક પીઢ સ્ટન્ટમેને અક્ષય કુમારનાં એક ઉદાત્ત કાર્ય વિશે ફરી માહિતી આપી છે. તેમના જણાવ્યા અનુસાર અક્ષય કુમાર ૨૦૧૬થી સ્ટન્ટમેન માટે એક ખાસ ઈન્શ્યોરન્સ સ્કિમ ઓફર કરે છે. તેના માટે તે વર્ષે એકાદ કરોડ રુપિયાનું પ્રિમિયમ ભરે છે. હાલ ૬૫૦ જેટલા સ્ટન્ટમેન આ સ્કિમમાં જોડાયેલા છે.
અક્ષય કુમારની આ સ્કિમમાં સેટ પર શૂટિંગ વખતે ઘાયલ થનારા સ્ટન્ટમેનને સાડા પાંચ લાખ રુપિયા સુધીની કેશલેસ સારવાર મળે છે. અક્ષય કુમાર પોતે એક સ્ટન્ટ મેન રહી ચૂક્યો છે અને તેથી આ વ્યવસાય સાથે સંકળાયેલાં જોખમોને તે સારી રીતે સમજે છે.