Get The App

અજિત પવાર વિમાન દુર્ઘટનાની કોર્ટ નિરીક્ષણ હેઠળ તપાસની માંગ

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
અજિત પવાર વિમાન દુર્ઘટનાની કોર્ટ નિરીક્ષણ હેઠળ તપાસની માંગ 1 - image

શું લિયરજેટ ભારતમાં યોગ્ય રીતે નોંધાયેલ હતું?

પીઆઈએલમાં  લિયરજેટ ક્રેશની સીઆઈડી તપાસ અને ન્યાયિક કમિશનની નિમણૂકની માંગ કરવામાં આવી  

મુંબઈ -  ૨૮ જાન્યુઆરીના રોજ બારામતી ખાતે થયેલા લિયરજેટ ક્રેશમાં નાયબ સીએમ અજિત પવાર સહિત  અન્યોનાં મોતના કેસમાં  કોર્ટ-નિયંત્રિત તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. 

સામાજિક કાર્યકર્તા કેતન તિરોડકરે નાયબ મુખ્યમંત્રીના 'આકસ્મિક મૃત્યુ'ની તપાસ માટે રાજ્ય ગુનાહિત તપાસ વિભાગ (સીઆઈડી)ને નિર્દેશો આપવાની માંગ કરી છે.આ સાથે, તેમણે બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળના  અને  નિવૃત્ત ડીજીસીએ ડિરેક્ટર અને કોમશયલ એરલાઇનના મુખ્ય જાળવણી ઇજનેર સહિત ઉડ્ડયન નિષ્ણાતોનો સમાવેશ  ધરાવતાં  ન્યાયિક કમિશનની રચના કરવાની માંગ કરી છે. ં

તિરોડકર પોતાની અરજીમાં કહે છે કે તેમણે ૨૦ ફેબુ્રઆરીએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને દુર્ઘટનાની સીઆઈડી તપાસ કરાવવાની વિનંતી કરી હતી.

તેમણે ડીજીસીએ,એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (એએઆઈબી), મુખ્યમંત્રી કાર્યાલય અને બારામતી પોલીસને માહિતી અધિકાર (આરટીઆઈ)  અરજીઓ પણ  કરી છે, જેમાં ફ્લાઇટના બુકિંગથી લઈને બ્લેક બોક્સ વિશ્લેષણ અને વિમાન માટે નિયમનકારી પરવાનગીઓ સુધીની વિગતો માંગવામાં આવી છે.

તિરોડકરનો દાવો છે કે તેમને બંને પત્રોનો કોઈ જવાબ ન મળતાં તેમને હાઇકોર્ટનો સંપર્ક કરવાની ફરજ પડી હતી.

તેમની પીઆઈએલમાં અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે જેમાં રોડ ટ્રાવેલથી ફ્લાઇટમાં છેલ્લી ઘડીએ સ્વિચ કરવાનો સમાવેશ થાય છે. તેઓ ટ્રાફિક જામને કારણે બે મૂળ રીતે નિયુક્ત પાઇલટ્સની બદલી પર પણ પ્રશ્ન ઉઠાવે છે. 

આ અરજીમાં બારામતી ખાતે અલગ-અલગ રનવે માટે વારંવાર લેન્ડિંગ વિનંતીઓનો ઉલ્લેખ છે અને તે અંગે શંકા ઉભી કરે છે કે શું લિયરજેટ ભારતમાં યોગ્ય રીતે નોંધાયેલ હતું કે યુએસ-રજિસ્ટર્ડ નંબર પર કાર્યરત હતું.

અરજીમાં  અજિત પવારના ભત્રીજા ધારાસભ્ય રોહિત પવારના જાહેર નિવેદનો અને પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમણે વિમાનના સંચાલનમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો અને એરલાઇન સ્ટાફ, પાઇલટ્સ અને રાજકારણીઓ વચ્ચેની કથિત વાતચીત પણ શેર કરી હતી.